ઘરે પરત ફર્યા ખેડૂતો…!

ઘરે પરત ફર્યા ખેડૂતો...!
ઘરે પરત ફર્યા ખેડૂતો...!
ઘરે પાછા જતાં પહેલાં બોર્ડર પર જ ખેડૂતો દ્વારા ‘વિજયરેલી’નું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો આજે જીતની ખુશીમાં ‘વિજયરેલી’ કાઢશે અને પછી તેઓ ઘરે જવા માટે પરત ફરશે.

Visit Saurashtra Kranti Homepage here

સંયુક્ત કિસાન મોરચા (SKM)એ ગુરુવારે આંદોલન સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. હેલિકોપ્ટર ક્રેશમાં CDS રાવત અને અન્ય સેનાના અધિકારીઓનાં મૃત્યુને કારણે ખેડૂતોએ શુક્રવારે જીતની ઉજવણી કરી નહોતી, પરંતુ આજે 11 ડિસેમ્બરે બોર્ડર પરથી ઘરે જતાં પહેલા કિસાન ‘વિજય દિવસ’ મનાવી રહ્યા છે.

બાંધેલી ગાંસડીઓ, સંકેલી લેવામાં આવેલી તાડપત્રી, કાઢી નાખવામાં આવેલા વાંસ અને રસ્તાની સાઈડમાં એક ઉપર એક ખુરશીઓનો ઢગલો, તેમના સ્પીકરમાં વાગતાં પંજાબી ગીતો સાથે સિંઘુ બોર્ડરનું દૃશ્ય કોઈ સમાપ્ત થયેલા મેળા જેવું લાગતું હતું.

સરકારના આશ્વાસન અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા આંદોલન સમાપ્તની જાહેરાત બાદ 379મા દિવસે દિલ્હીની બોર્ડર પરથી ખેડૂતોનું ઘરે પાછા જવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. બાકી રહેલા ખેડૂતો આજે જીતની ઉજવણી કરતાં વિજયરેલી કાઢશે અને બાદમાં પોત-પોતાનાં ઘરે જવા રવાના થઈ જશે.

જીતની ઉજવણીમાં સામેલ થવા માટે પંજાબ અને હરિયાણાના ખેડૂતો લગભગ 500 ટ્રેક્ટર-ટ્રોલીઓ સાથે કુંડલી પહોંચ્યા છે. સવારે ખેડૂતો પ્રાર્થના કરશે. આ પછી લગભગ બે કલાક લંગર ચલાવવામાં આવશે.

લંગર પછી તરત જ ખેડૂતોની ટુકડીઓ સરઘસના રૂપમાં રવાના થશે. સંયુક્ત કિસાન મોરચાએ સરકાર સાથે સંમતિ થયા બાદ આંદોલન સ્થગિત કરવાની જાહેરાત કરી હતી અને શનિવારથી ઘરે પરત ફરવાની જાહેરાત કરી હતી.

બોર્ડર પર બાકીના ખેડૂતોએ પોતાના સામાનનું પેકિંગ પૂરું કરી દીધું અને તેઓ ઘરે રવાના થવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. શનિવારે સવારે ખેડૂતોનું પ્રસ્થાન શરૂ થઈ ગયું છે, પરંતુ એ પહેલાં લંગરનું આયોજન કરવામાં આવ્યું છે. જી.ટી.રોડ પર ટ્રાફિકજામની શક્યતાને જોતા ખેડૂતોએ અલગ-અલગ કાફલામાં જવાનો નિર્ણય લીધો છે.

ખેડૂતોનું કહેવું છે કે તેઓ ઘરે પાછા જતાં પહેલાં આંદોલન સ્થળે સાફ-સફાઈ પણ કરશે, જેથી તેમના ગયા પછી કોઈને મુશ્કેલીઓ ન પડે. સરહદ પર મોટી સંખ્યામાં ખેડૂતોના રોકાણ બાદ રહેવા માટેની ઘણી પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, એ કારણે આસપાસ ગંદકી પણ થઈ હતી.

ખેડૂતો ઘરે જતાં પહેલા આંદોલન સ્થળની આસપાસ જ્યાં પણ ગંદકી થઈ હશે ત્યાં ખેડૂત સંગઠનો દ્વારા સંપૂર્ણપણે સાફ-સફાઈ કરવામાં આવશે. આંદોલન સ્થળે ખેડૂતો ગ્રુપ બનાવીને સાફ-સફાઈ કરશે.ગુરુવારે સાંજથી જ બોર્ડર પરથી ખેડૂતો ઘરે જઈ રહ્યા હતા.

જેમની પાસે ઓછો સામાન હતો તેઓ મોરચાની જાહેરાત બાદ જ દિલ્હી બોર્ડર છોડી ગયા હતા. ઘણા ખેડૂતો એવા છે, જેમણે તેમના રોકાણ માટે મોટા મોટા મંચ તૈયાર કર્યા હતા. તેમને દૂર કરવામાં અને બધું પેક કરવામાં આખો દિવસ લાગ્યો.

આ ખેડૂતો શનિવારે રવાના થશે. શુક્રવારે પણ સિંધુ બોર્ડર પર ઘણાં ખેડૂત સંગઠનો ટ્રેક્ટરમાં માલ ભરીને ચાલ્યા ગયા હતા. મોટી સંખ્યામાં ટ્રેક્ટરોની અવરજવરને કારણે ટ્રાફિકજામ પણ થયો હતો.

ખેડૂતો એકસાથે સવારે 10:30 વાગ્યાથી ઘરે જવાનું શરૂ કરશે. 13 ડિસેમ્બરે ખેડૂતો અમૃતસરમાં સુવર્ણ મંદિરની મુલાકાત લેશે. એ હજુ સુધી સંપૂર્ણ રીતે માનવામાં આવ્યો નથી તેમની કિસાન સંયુક્ત મોરચા દર મહિને સમીક્ષા કરશે.

Read About Weather here

ખેડૂતોની માગણીઓ લાંબા સમય સુધી પડતર રહેશે તો ફરી આંદોલન શરૂ કરવામાં આવશે. જ્યારે 15 ડિસેમ્બરે સંયુક્ત કિસાન મોરચાની આગામી બેઠક દિલ્હીમાં યોજાશે. ખેડૂતોએ સ્પષ્ટતા કરી છે કે તેઓ આંદોલન સ્થગિત કરી રહ્યા છે, કારણ કે જે પ્રસ્તાવ છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here