‘જેઠાલાલ’ ગરબે ઝૂમ્યા…!

'જેઠાલાલ' ગરબે ઝૂમ્યા...!
'જેઠાલાલ' ગરબે ઝૂમ્યા...!
સંગીત નાઇટમાં દિલીપ જોષીએ ઢોલના તાલે ગરબા રમ્યા હતા અને પૂરા જોશ સાથે ડાન્સ કર્યો હતો. સંગીત નાઇટમાં તેમણે માત્ર ગરબા જ નહોતા રમ્યા, પરંતુ ભવાઈ સોંગ પણ ગાયું હતું. દિલીપ જોષીના ફૅન ક્લબે શૅર કરેલા વીડિયોમાં બ્લૂ કુર્તામાં દિલીપ જોષી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમના ચહેરા પર દીકરીના લગ્નની ખુશી જોવા મળે છે.સંગીત નાઇટ ઉપરાંત અન્ય એક વીડિયો પણ વાઇરલ થયો છે. આ વીડિયોમાં દિલીપ જોષી પત્ની સાથે ગ્રહશાંતિની પૂજા કરતાં જોવા મળ્યા હતા.

યશોવર્ધન મિશ્રા જાણીતા લેખક તથા ગીતકાર અશોક મિશ્રાનો દીકરો છે. અશોક મિશ્રા શ્યામ બેનેગલની ફિલ્મ ‘વેલકમ ટુ સજ્જનપુર’ના રાઇટર હતા. આ ફિલ્મમાં તેમણે ‘સીતા રામ..’, ‘દિલદરા દિલદરા…’, ‘આદમી આઝાદ હૈ…’, ‘મુન્ની કી બારી હૈ..’ જેવાં ગીતો લખ્યાં હતાં.

વાત જેઠાલાલ એટલે કે દિલીપ જોષીના જમાઈની કરવામાં આવે તો યશોવર્ધન ફિલ્મ-ડિરેક્ટર તથા રાઇટર છે. તેણે શોર્ટ ફિલ્મ ‘મંડી’ ડિરેક્ટ કરી છે. દિલીપ જોષીની મોટી દીકરી નિયતિની વાત કરીએ તો તે ક્રોસવર્ડ બુક સ્ટોર્સમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી હતી.

આ પહેલાં તેણે ફ્રીલાન્સર તરીકે પણ કામ કર્યું છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બંને પરિવારે પહેલાં મહાબળેશ્વર, લોનાવલા, કરજત જેવાં સ્થળો પણ લગ્ન માટે જોયાં હતાં. જોકે અંતે લગ્ન નાશિકની હોટલમાં કરવાનો નિર્ણય થયો હતો.

અશોક મિશ્રા (દિલીપ જોષીના વેવાઈ)ના નજીકના સંબંધીઓ નાશિકમાં રહેતા હોવાથી અહીં જ લગ્ન કરવાનું નક્કી થયું હતું. કોરોનાને કારણે લગ્નમાં માત્ર પરિવાર તથા નજીકના સંબંધીઓ જ હાજર રહેશે. બંને પરિવાર હાલમાં નાશિકમાં જ છે.

Read About Weather here

જોકે સિરિયલમાં દયાભાભીનું પાત્ર ભજવતી દિશા વાકાણી રિસેપ્શનમાં આવવાનાં નથી.11 ડિસેમ્બરે મુંબઈના બાંદ્રા વેસ્ટની ધ તાજ લેન્ડમાં રાત્રે આઠ વાગે ગ્રાન્ડ રિસેપ્શન યોજાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રિસેપ્શનમાં ‘તારક મહેતા…’ના તમામ કલાકારો તથા ક્રૂ-મેમ્બર્સ રિસેપ્શનમાં હાજર રહેવાના છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here