ગોંડલના ચરખડીમાં ગેરકાયદે ઇંધણ ભરેલ ટેન્કરને એસઓજીએ ઝડપી લીધુ

ગોંડલના ચરખડીમાં ગેરકાયદે ઇંધણ ભરેલ ટેન્કરને એસઓજીએ ઝડપી લીધુ
ગોંડલના ચરખડીમાં ગેરકાયદે ઇંધણ ભરેલ ટેન્કરને એસઓજીએ ઝડપી લીધુ

મિક્સગ કરેલ ઇંધણ અને ટેન્કર સહિત 16 લાખનો મુદામાલ કબ્જે

ગોંડલના ચરખડી ગામે રૂરલ એસઓજીએ દરોડો પાડી મીંકસીંગ કરેલ ઇંધણનો જથ્થો ભરેલ ટેન્કરને પકડી પાડી એક શખ્સને ઝડપી લીધો હતો.

Visit Saurashtra Kranti Homepage here

ગેરકાયદે બાયોડિઝલના વેચાણ અને સંગ્રહખોરી સામે કેસો કરવા રેન્જ ડીઆઇજીપી સંદીપસિંહ તથા એસ. પી. બલરામ મીણાની સુચના અન્વયે

રૂરલ એસ. ઓ. જી.ના પી. આઇ. એસ. એમ. જાડેજા, પીએસઆઇ એચ. એમ. રાણા તથા પીએસઆઇ જી. જે. ઝાલા પેટ્રોલીંગમાં હતા

ત્યારે એ. એસ. આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા તથા હેડ કો. અમીતભાઇ કનેરીયાને મળેલ બાતમી આધારે ગોંડલના ચરખડી ગામમાં વિરેન ઉર્ફે કનો રમેશભાઇ માવાણીની વાડીમાં દરોડો પાડતા

ત્યાં ગેરકાયદે રીતે કોઇ લાયસન્સ મેળવ્યા વગર જવલનશીલ પેટ્રોલીંયમ પ્રવાહી 10,000 લીટર ભરેલ ટેન્કર નં. જી.જે. -1ર ડબલ્યુ. 7469 મળી આવતા તે કબ્જે કરાયું હતું

પકડાયેલ વિરેન આ ઇંધણ વેચાણ કરવાના ઇરાદે મંગાવ્યું હતું એસઓજીએ ટેન્કર અને ઇંધણ સહિત 16 લાખનો મુદામાલ કબ્જે કરી વિરેનને ગોંડલ તાલુકા પોલીસને હવાલે કર્યો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ એસઓજીના એ. એસ. આઇ. વિજયભાઇ ચાવડા, હેડ કો. જયવીરસિંહ રાણા, હિતેષભાઇ અગ્રાવત, અમીતભાઇ કનેરીયા,

Read About Weather here

પો. કો. રણજીતભાઇ ધાંધલ, વિજયગીરી ગોસ્વામી, ડ્રા. પો. કો. દિલીપસિંહ જાડેજા તથા જયપાલસિંહ જાડેજા રોકાયા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here