માળીયામિંયાણાના ખાખરેચીમાં પ્રેમીના હાથે પરિણીતાની હત્યા

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

પોતાની સાથે આવવાનું કહેતા ન આવતા શારદા રણજીતભાઇ વસાવા ઉપર કોસના ઘા ઝીંકીને ભૂપત સવાભાઇ ઠાકોરે મોતને ઘાટ ઉતારી

માળિયા તાલુકાના ખાખરેચી ગામમા પરિણીત મહિલાને પ્રેમી સાથે આડા સંબંધ રાખવાની સજા મોત મળી છે પ્રેમીએ પરિણીતાને પોતાની સાથે આવવાનુ કહેતા પરિણીતાએ ઇનકાર કર્યો હોય જેથી પ્રેમીએ લોખડ કોશના ઘા ઝીકી હત્યા કરી હતી

Visit Saurashtra Kranti Homepage here

તો પ્રેમી સહિતના બે ઈસમો વિરુદ્ઘ પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના ખાખરેચી ગામે જીતુભા જાડેજાની વાડી રાખી ખેત મજુરી કરતા

રણજીતભાઈ બામેટીયાભાઈ વસાવાની પત્ની શારદાબેનને આરોપી ભુપતભાઇ સવાભાઇ ઠાકોર રહે.ઝીઝુવાડા તા.પાટડી જી.સુરેન્દ્રનગર હાલ રહે.હાસલપુર ચોકડી વિરમગામ વાળા સાથે આડા સંબંધ હોય ગત તા.13 ના રોજ

પોતાના ભાઈ સાથે ભુપત ફરિયાદીની વાડીએ આવી શારદાબેનને પોતાની સાથે આવવાનું કહેતા શારદાબેનને પોતાના પ્રેમી ભુપતભાઇ સવાભાઇ ઠાકોર સાથે જવાની ના પાડતા

ભૂપતનો પીતો છટકયો હતો અને લોખડની કોસ વડે માર મારતા શારદાબેનને માથાના ભાગે ગભીર ઈજાઓ પહોંચતા તેઓનું મોત નીપજયુ હતુ.

તેમજ ભુપતની સાથે રહેલા તેના ભાઇ બીજલભાઇ સવાભાઇ ઠાકોરે શારદાબેન તથા તેમના પતિને પકડી રાખી હત્યામા મદદગારી કરી સાથે વચ્ચે પડેલા રણજીતભાઈને પણ મારમારી ઈજાઓ પહોચાડી હતી

આ ઘટનામા શારદાબેનને ગભીર ઇજાઓ થતા મોત નીપજયું હતું.આ બનાવમા મૃતક શારદાબેનના પતિ રણજીતભાઈ વસાવાની ફરિયાદના આધારે માળીયા પોલીસે આરોપી ભુપત અને બીજલ ઠાકોર વિરૂદ્ઘ

Read About Weather here

આઈપીસી એક્ટ હેઠળ ગુન્હો નોધી હત્યા નીપજાવી નાસી છૂટેલા બન્ને શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here