ગુપ્ત નામે 100 કરોડનું દાન…!

ગુપ્ત નામે 100 કરોડનું દાન...!
ગુપ્ત નામે 100 કરોડનું દાન...!

જોકે દાતાએ તેમના નામનો ઉલ્લેખ કરવાની ના પાડી એ વાતને બે મહિના વીતવા છતાં ન કોઈ દાતા સામે આવ્યા છે કે ન કોઈ દાન આવ્યું છે. 13 ઓગસ્ટે વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે રાજ્યના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક કાર્યક્રમમાં કહ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

કે, સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઈકેડીઆરસી)માં સારવાર માટે આવેલા એક દર્દીને મળેલી સંતોષકારક સારવારના કારણે તેમના સંબંધીઓએ કિડની હોસ્પિટલને 100 કરોડનું દાન આપવાની તૈયારી બતાવી છે.

રૂ.100 કરોડનું દાન આપનાર ખરેખર આવા કોઈ દાતા છે ખરા? તે બાબતે નીતિન પટેલને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, દાતા મારા ઓળખીતા છે. મીડિયાના કાર્યક્રમમાં મેં તેમના તરફથી કિડની ઈન્સ્ટિટ્યૂટને 100 કરોડના દાન બાબતે જાહેરાત પણ કરી હતી.

કિડની ઈન્સ્ટિટ્યૂટના ડૉ. પ્રાંજલ મોદી સમગ્ર જાણકારીથી વાકેફ છે. કિડની ઈન્સ્ટિટ્યૂટ અને દાતા વચ્ચે યોગ્ય સંકલન થતું ન હોવાનું મારા ધ્યાને આવ્યું છે. આ કારણે દાનની પ્રક્રિયા અટકી હોય એવું લાગે છે. દાતાને પ્રોત્સાહિત કરાય તો માતબર દાનથી ગુજરાતના દર્દીઓને ચોક્કસ ફાયદો થશે.

નીતિન પટેલે 100 કરોડના દાતાની જાહેરાત કરી ત્યારે મંચ પર મુખ્યમંત્રી, આરોગ્ય સચિવ અને કિડની ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ઉપસ્થિત હતા. નીતિન પટેલની અચાનક જાહેરાતથી સાથી મહેમાનો પણ આશ્ચર્ય પામ્યા હતા.

કાર્યક્રમમાં નીતિન પટેલે કહ્યું કે, દાતા વિશે હું અને માત્ર પ્રાંજલ મોદી જાણીએ છીએ. મુખ્યમંત્રી સાથે પણ તેમણે ચર્ચા કરવાની બાકી છે. હાલની સ્થિતિએ આ બાબતે હજુ કોઈ કશું જાણતું નથી.

આ ઇન્સ્ટિટ્યૂટમાં 45 ટકાથી વધુ દર્દીઓ ગુજરાત બહારથી આવે છે, જે બતાવે છે કે અન્ય રાજ્યોની સરખામણીએ અહીં શ્રેષ્ઠ સારવાર મળી રહી છે. અહીં દર્દીઓને તમામ સરકારી યોજનાનો લાભ પણ મળે છે. અહીં બ્રેનડેડ વ્યક્તિનાં અંગોનું દાન થઈ શકે છે.

બે મહિના પહેલાં એક કાર્યક્રમમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી ત્યારે જ મને પણ આ દાન વિશે ખબર પડી હતી, જોકે તે કાર્યક્રમ બાદ આ મુદ્દે આજ સુધી મને કોઈ મળવા આવ્યું નથી કે મારો સંપર્ક કરવામાં આવ્યો નથી.

આ દાતા કોણ છે તે અંગે મને કંઈ પણ ખબર નથી. – ડૉ.વિનીત મિશ્રા , ડિરેક્ટર, આઈકેડીઆરસીદાન માટે સરકારમાં પ્રપોઝલ મોકલેલી છે. સરકારમાંથી સમયસર મંજૂરી મળે પછી દાન આવશે અને દાતાએ સંસ્થામાં લીવરની સારવાર થઈ શકે

Read About Weather here

તે માટે ઈન્સ્ટિટ્યૂટ ઊભી કરવા માટે દાન આપવાની તૈયારી બતાવી છે. આ નવી લીવર ઇન્સ્ટિટ્યૂટથી ગુજરાતના લોકોને ઘણો લાભ થશે. – ડૉ. પ્રાંજલ મોદી, કિડની યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here