ભારત બનાવી રહ્યું છે ખતરનાક ‘હાઇપરસોનિક મિસાઇલ’…!

ભારત બનાવી રહ્યું છે ખતરનાક ‘હાઇપરસોનિક મિસાઇલ’...!
ભારત બનાવી રહ્યું છે ખતરનાક ‘હાઇપરસોનિક મિસાઇલ’...!

અમેરિકી સંસદના સ્વતંત્ર કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ (સીઆરએસ)એ આ સપ્તાહ પોતાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા, રશિયા અને ચીનના સૌથી આધુનિક હાઈપરસોનિક હથિયાર કાર્યક્રમો છે,

Visit Saurashtra Kranti Homepage here

પરંતુ ઓસ્ટ્રેલિયા, ભારત, ફ્રાંસ, જર્મની અને જાપાન સહિત કેટલાક અન્ય દેશ પણ હાઈપરસોનિક હથિયાર ટેકનોલોજી વિકસિત કરી રહ્યા છે. સીઆરએસએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે

કે ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને ભારતે રશિયાની સાથે આ મામલે ગઠબંધન કર્યું છે. સીઆરએસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતે મેક 7 હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ બ્રહ્મોસ 2ને વિકસિત કરવા માટે રશિયા સાથે ગઠબંધન કર્યું છે.

અમેરિકન સંસદના એક રિપોર્ટમાં જણાવાયું છે કે ભારત એવા કેટલાક ચુનંદા દેશોમાં સામેલ છે, જે હાઇપરસોનિક મિસાઈલ વિકસિત કરી રહ્યા છે. અમેરિકન સંસદનો આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે,

જ્યારે હાલમાં એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીને એક પરમાણુ સક્ષમ હાઈપરસોનિક મિસાઈલનું પ્રક્ષેપણ કર્યું છે. તેણે પોતાનું લક્ષ્ય ચૂકી જતાં સમગ્ર પૃથ્વીનું ચક્કર લગાવ્યું હતું. ચીને પોતાના આ પરીક્ષણથી અમેરિકન ગુપ્તચર એજન્સીઓને આશ્ચર્યમાં મૂકી દીધી હતી.

આ રિપોર્ટમાં જણાવ્યું છે કે બ્રહ્મોસ-2ને શરૂઆતમાં 2017માં તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, પરંતુ સમાચાર રિપોર્ટ સંકેત આપે છે કે આ કાર્યક્રમમાં ઘણો વિલંબ થઈ ગયો છે.

હવે એનું 2025 અને 2028 વચ્ચે પ્રારંભિક પરિચાલન ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. સીઆરએસએ કહ્યું, ‘એવું જણાવાયું છે કે ભારત પોતાના હાઈપરસોનિક ટેકનોલોજી કાર્યક્રમ અંતર્ગત એક સ્વદેશી, બેવડા સ્વરૂપમાં સક્ષમથી હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ પણ વિકસિત કરી રહ્યું છે.

ભારતે જૂન 2019 અને સપ્ટેમ્બર 2020માં મેક 6 સ્ક્રેમજેટનું સફળ પરીક્ષણ કર્યું હતું.’

અમેરિકન સાંસદો માટે આ વિષયના વિશેષજ્ઞો દ્વારા કરાયેલા સંસદના રિપોર્ટમાં જણાવાયું છે કે ભારત લગભગ 12 હાઈપરસોનિક પવન સુરંગોનું સંચાલન કરે છે અને 13 મેક સુધીની ગતિનું પરીક્ષણ કરવામાં સક્ષમ છે.

જોકે ચીને કહ્યું કે તેણે એક હાઈપરસોનિક યાન (વ્હીકલ)નું પરીક્ષણ કર્યું છે, પરમાણુ-સક્ષમ હાઈપરસોનિક મિસાઈલનું નહીં. મુખ્ય બ્રિટિશ અખબારે પોતાના સમાચારમાં દવા કર્યો હતો કે ચીને ઉત્કૃષ્ટ અંતરિક્ષ ક્ષમતાવાળી એક હાઈપરસોનિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે

અખબાર ફાઈનાન્સિયલ ટાઈમ્સના સમાચાર અનુસાર, ચીને ઓગસ્ટમાં એક પરમાણુ-સક્ષમ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું, જેણે પોતાના લક્ષ્ય તરફથી ઝડપથી આગળ વધતાં પહેલાં પૃથ્વીનું ચક્કર લગાવ્યું.

એમાં કહેવામાં આવ્યું છે કે આ પરીક્ષણથી અમેરિકન ગુપ્તચર એજન્સીઓ પણ વિસ્મયમાં છે. અને એ લગભગ 24 માઈલના અંતરેથી પોતાના લક્ષ્યને ભેદવામાં નિષ્ફળ રહી.

સીઆરએસના અનુસાર, 2007થી હાઈપરસોનિક ટેકનોલોજીઓને વિકસિત કરવા માટે અમેરિકાએ હાઈપરસોનિક ઈન્ટરનેશનલ ફ્લાઈટ રિસર્ચ એક્સપરિમેન્ટેશન (હાઈફાયર) કાર્યક્રમને લઈને ઓસ્ટ્રેલિયા સાથે ગઠબંધન કર્યું છે.

Read About Weather here

ભારતની જેમ ફ્રાન્સે પણ હાઈપરસોનિક ટેકનોલોજીના વિકાસ માટે રશિયા સાથે ગઠબંધન અને કરાર કર્યા છે તથા જાપાન હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ અને હાઈપર વેલોસિટી ગ્લાઈડિંગ પ્રોજેક્ટાઈલ વિકસિત કરી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here