ગુજરાતીઓની જીવલેણ અમેરિકા દોટનું રહસ્ય શું?

ગુજરાતીઓની જીવલેણ અમેરિકા દોટનું રહસ્ય શું?
ગુજરાતીઓની જીવલેણ અમેરિકા દોટનું રહસ્ય શું?

ધનિક પરિવારો શું કામ જાન જોખમમાં મુકીને આવા કપરા હવામાનમાં અમેરિકા તરફ દોડી રહ્યા છે? લોકો પાસે માહિતી માંગતી કેનેડાની પોલીસ
જવાબ શોધી રહેલી કેનેડા અને અમેરિકાની કસ્ટમ તથા પોલીસ: અતિશય ભયાનક અને મુશ્કેલ હવામાનમાં પાટીદાર પરિવારને કોણ કેનેડા લાવ્યું અને સરહદ સુધી પહોચાડ્યું? સઘન તપાસ
મૃતક જગદીશ પટેલનાં પરિવારે અમેરિકા જવા માનવ તસ્કર ટોળકીને રૂ.72 લાખથી વધુ રકમ ચૂકવી હોવાનું કેનેડા પોલીસ તપાસમાં ખુલ્યું

અત્યંત પ્રતિકુળ, ભયાનક અને દુષ્કર હવામાન અને કાનૂની સજાનો ભય હોવા છતાં ભારતીય નાગરિકો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો અમેરિકા તરફ જીવલેણ દોટ શું કામ મૂકી રહ્યા છે તેના રહસ્યનાં તાણાવાણા ઉકેલવા માટે કેનેડાનાં સતાવડાઓ સઘન ઊંડી વ્યાપક તપાસ કરી રહ્યા છે. ધનિક ગુજરાતી પરિવારો જંગી નાણાં ખર્ચીને અતિશય મુશ્કેલ હવામાન છતાં જાન જોખમમાં મૂકી શું કામ અમેરિકી સરહદમાં ઘુસી જવા તલપાપડ થઇ રહ્યા છે એ જાણવા માટે કેનેડા પોલીસે લોકો પાસેથી માહિતી માંગી છે. લોકો પાસેથી આ રહસ્યનાં જવાબ શોધવાની કેનેડાનાં સતાવડાઓ કોશિશ કરી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત તરફનાં ધનિક હોય એવા પરિવારો પણ શું કામ આટલું મોટું જોખમ કરી રહ્યા છે. એ પ્રશ્ર્ન પોલીસ કસ્ટમ અને સતાવડાઓને સતાવી રહ્યો છે. રોયલ કેનેડા માઉન્ટેડ પોલીસનાં સુત્રોએ જણાવ્યું હતું કે, પટેલ પરિવાર 12 જાન્યુઆરીએ ટેરોન્ટો આવ્યો હતો અને ત્યાંથી 18 જાન્યુઆરીનાં રોજ ઈમરસન કઈ રીતે પહોંચ્યો તેની તપાસમાં એવું જણાવ્યું છે કે આ માનવ તસ્કરીનો કેસ છે. જગદીશ પટેલ (ઉ.વ.39), એમના ધર્મપત્ની વૈશાલીબેન (ઉ.વ.37), પુત્રી વિહાંગી (ઉ.વ.11), અને માસુમ પુત્ર ધાર્મિક પટેલ (ઉ.વ.3) નાં મૃતદેહોનું કેનેડામાં પોસ્ટમોટર્મ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એમની ઓળખ જાહેર કરવામાં આવી હતી. અત્યંત ભયાનક ઠંડી અને કાતિલ હવામાનને કારણે ચારેયનાં મોત થયાનું પીએમ રીપોર્ટમાં બહાર આવ્યું હતું.

આ પરિવારને માનવ તસ્કર ગેંગ ટોરેન્ટોથી સરહદ પર મૂકી ગયાનું બહાર આવ્યું છે. મહિનામાં બે વખત આવી રીતે માનવ તસ્કર ટોળકીઓ એમના શિકારને કેનેડા બોર્ડર પર મૂકી જાય છે. ત્યાંથી પગે ચાલીને અમેરિકી સરહદમાં ઘુસી જવા મજબુર કરવામાં આવે છે. સરહદ પર અમેરિકી દિશામાં બહુ લોખંડી બંદોબસ્ત હોતો નથી. આ પરિવારને પણ એમની સાથેનાં કાફલાએ હિમવર્ષામાં પાછળ છોડી દીધો હતો તેમ કહેવાય છે. એ સાત જણા અમેરિકામાં ઘુસી ગયા હતા અને આ કમભાગી પરિવાર પાછળ રહી ગયો હતો.

Read About Weather here

કેનેડા પોલીસનાં જણાવ્યા મુજબ અમેરિકી ધરતી પર વસવાનું સપનું પૂરું કરવા માટે આ પરિવારે માનવ તસ્કર ગેંગને રૂ.72 લાખથી વધુ રકમ ચૂકવી હતી. ગેરકાયદે જવા માટે અને એટલું જોખમ હોવા છતાં ક્યાં કારણે આટલી જંગી રકમ ચુકવવામાં આવે છે એ મુદ્દા પર કેનેડાનાં સતાવડાઓ માથું ખંજવાળી રહ્યા છે. અમેરિકામાં મોટી સંખ્યામાં પટેલો વસે છે. દોઢ લાખથી વધુ પટેલોની વસ્તી હોવાનું કહેવાય છે. દરમ્યાન અમેરિકાનાં વીનીટેગ વિસ્તારમાં ગુજરાતી પરિવારોએ મૃતક પાટીદાર પરિવાર માટે પ્રાર્થનાસભાનું આયોજન કર્યું હતું. અહીના સ્થાનિક હેમંત શાહે જણાવ્યું હતું કે, વાતાવરણ એટલું ખરાબ હોય છે કે અમે ઘરની બહાર પણ નીકળતા નથી. ત્યારે આ પરિવારે કેવી પીડા સહન કરી હશે. તેનો વિચાર પણ આપણને ધ્રુજાવી નાખે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here