અમેરિકા- કેનેડા બોર્ડર પર વધુ 7 ગુજરાતી ઝડપાયા

અમેરિકા- કેનેડા બોર્ડર પર વધુ 7 ગુજરાતી ઝડપાયા
અમેરિકા- કેનેડા બોર્ડર પર વધુ 7 ગુજરાતી ઝડપાયા

બોર્ડર પોલીસ કસ્ટડીમાંથી છુટકારો, હવે ભારત પાછા મોકલાશે; માનવ તસ્કરીનાં આરોપસર સ્ટીવ સેન્ડની ધરપકડ કરી લેવાઈ

પકડાયેલા સાતેય ગુજરાતી હોવાનું અમેરિકી કસ્ટમનું કથન

કેનેડા થઇને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ માટે પ્રયાસ કરનાર વધુ 7 ભારતીય નાગરિકોની અમેરિકી સરહદ પરથી બોર્ડર પોલીસ ટુકડીએ ધરપકડ કરી લીધી હતી. આ સાતેય શખ્સો કેનેડામાંથી અમેરિકામાં ગેરકાયદે ઘુસી ગયા હતા. આ તમામને ભારત પાછા મોકલવામાં આવી રહ્યા છે. સાતેય ભારતીય નાગરિકો ગુજરાતનાં હોવાનું અમેરિકી કસ્ટમનાં સુત્રોએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

અમેરિકી કસ્ટમ અને સીમા સરહદી પેટ્રોલ દળનાં નિવેદનમાં જણાવ્યું હતું કે, ગયા સપ્તાહે આ સાત લોકો ગેરકાયદે અમેરિકામાં પ્રવેશી ગયા હતા. સાતેયની બોર્ડર વિસ્તારમાં અટકાયત કરી લેવામાં આવી હતી. માનવ તસ્કરીનાં આરોપસર સ્ટીવ સેન્ડ નામના આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ શખ્સ કેનેડાની સરહદ પરથી ગેરકાયદે લોકોને અમેરિકામાં ધકેલવાનું ષડ્યંત્ર ચલાવતો હતો.

અમેરિકા- કેનેડા સરહદ પર એક સ્થળેથી સ્ટીવની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે એ એક વેનમાં 2 ભારતીય નાગરિકોને બેસાડીને અમેરિકામાં ઘુસાડવાના પ્રયાસો કરી રહ્યો હતો. ત્રણેયને બોર્ડર પર પાછા મોકલી દેવામાં આવ્યા હતા. બીજા પાંચ ભારતીયો સરહદ પર અમેરિકામાં ઘુસી જઈ પગપાળા આગળ જતા ઝડપાઈ ગયા હતા. આ પાંચેય ભારતીયો કેનેડામાંથી ચાલીને અમેરિકામાં ઘુસી ગયા હતા. લગભગ 11 કલાક સુધી પદયાત્રા કરીને જંગલોમાં થઇને અમેરિકી સરહદમાં ઘુસી ગયા હતા. એક નાગરિક પાસેથી બાળકોનાં કપડા, ડાઈપર, રમકડા જેવી ચીજો ભરેલો થેલો મળી આવ્યો હતો.

Read About Weather here

ગયા સપ્તાહે કેનેડા બોર્ડર પર હિમ તોફાનમાં માર્યા ગયેલા ચારેય ગુજરાતીની ઓળખ પણ કરી લેવામાં આવી છે. કેનેડાનાં સતાવડાઓએ પીએમ કર્યા બાદ ચારેયની ઓળખ જાહેર કરી હતી. એમના મોત હિમતાંડવ અને ભારે બરફ ઠંડીને લીધે થયાનું પીએમ અહેવાલમાં જણાવ્યું હતું. આ વિસ્તારમાં અત્યારે વાતાવરણ એકદમ આકરું છે. સતત ભારે પવન, બરફવર્ષા અને માઈન્સ તાપમાનને કારણે સમગ્ર સરહદી વિસ્તાર અવરજવર માટે અશક્ય બની ગયો છે. કેનેડા અને અમેરિકી બોર્ડર પોલીસે જણાવ્યું હતું કે, ગઈકાલે પકડાયેલા સાતેય ભારતીયો ગુજરાતી ભાષામાં વાત કરતા હતા. કોઈને અંગ્રેજી આવડતું ન હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here