ગુજરાતમાં 2018-19ની તલાટી, કલાર્કની તમામ ભરતીઓ રદ

પંચાયત વિભાગમાં છ મહિનામાં કરશે 16400ની ભરતી
પંચાયત વિભાગમાં છ મહિનામાં કરશે 16400ની ભરતી

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: પંચાયત અને શ્રમરોજગાર મંત્રી બ્રિજેશ મેરજાની જાહેરાત
ઉમેદવારો પાસેથી લેવામાં આવેલી ફોર્મ ફી પરત કરવામાં આવશે, નવી 15 હજાર ભરતી કરવામાં આવશે

ગુજરાતમાં 2018-19માં થયેલી તલાટી અને કલાર્કની ભરતીની પ્રક્રિયાથી રાજયભરમાં ભારે વાદ વિવાદ જાગી ઉઠયા હતા અને અનેક ઉમેદવારોએ પ્રક્રિયાને વિવાદા સ્પષ્દ ગણાવી ભારે વિરોધ વ્યકત કર્યો હતો. નવી રચાયેલી ભાજપની રાજય સરકારે આજે એવો મહત્વનો ફેંસલો કર્યો છે

Visit Saurashtra Kranti Homepage here

કે, 2019-19ની તલાટી-કલાર્કની આખેઆખી ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી છે. નવેસરથી આખી ભરતી પ્રક્રિયા કરવામાં આવશે.

પંચાયતોમાં અત્યારે 16400 જેટલી જગ્યાઓ ખાલી છે આ અંગે પંચાયત રાજય મંત્રી બ્રિજેશ મેરજાએ મહત્વની જાહેરાત કરી હતી કે, પંચાયતોમાં નવી 15 હજાર ભરતીઓ કરવામાં આવશે.

ભરતીની આખી પ્રક્રિયા નવેસરથી હાથ ધરવામાં આવશે અને તલાટી તથા કલાર્કની નવેસરથી ભરતીઓ કરવામાં આવશે. આ રીતે હજારો આશાસ્પદ અને લાયક ઉમેદવારો માટે રાજય સરકારે ખુબ જ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે.

રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ એવી સ્પષ્ટ ચેતવણી સરકારી અધિકારીઓને આપી હતી કે, કોઇપણ અધિકારીની મનમાની ચલાવી લેવાશે નહીં. જનપ્રતિનિધિઓનું સન્માન જાળવવું જ પડશે, લોકપ્રતિનિધિઓની વાત સાંભળવી પડશે. જો અધિકારીઓ એવું નહીં

કરે તો એમણે પરીણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. મેરજાએ જાહેર કર્યુ હતું કે, પંચાયત વિભાગમાં 9 કેટેગરીમાં તલાટી અને કલાર્કની ભરતી કરવામાં આવશે. અગાઉ ઉમેદવારો પાસેથી લેવામાં આવેલી ફોર્મ ફી પણ પરત કરવામાં આવશે અને નવી 15 હજાર ભરતી કરવામાં આવશે.

Read About Weather here

તેમણે અધિકારીઓને સલાહ આપીહતી કે,ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિશ્ર્વાસમાં લઇને જ કામ કરવું પડશે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here