અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં ફરી ભારે વરસાદ

અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં ફરી ભારે વરસાદ
અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં ફરી ભારે વરસાદ

જૂનાગઢ અને વિસાવદરમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર: અંબાજી, પાવાગઢ સહિતનાં વિસ્તારોમાં પણ ફરી જામતો વરસાદી માહોલ

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ફરીવાર વરસાદનો માહોલ જામી ગયો છે. અમદાવાદ, અંબાજી, બારડોલી, ઊંજા, નડિયાદ, મૌવા જેવા વિસ્તારોમાં ગઈરાતથી ફરીવાર ભારે વરસાદ શરૂ થઇ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉતર ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં કેટલીક નદીઓમાં ધોડાપુર આવ્યાનાં વાવડ મળ્યા છે. હજુ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

અમદાવાદમાં ગઈ રાતથી તોફાની પવન અને ગાજવિજ સાથે ભારે વરસાદ તૂટી પડ્યો હતો. તે આજે પણ સવારથી ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. હાટકેશ્વર, થલતેજ, બોપલ, સરખેજ, જુવાપુરા જેવા વિસ્તારોમાં વરસાદ તૂટી પડ્યો છે.

પરિણામે અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. ડાકોર, છોટા ઉદેપુર, મહેસાણા, ઊંજા, વડોદરા નાં ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી ભારે વરસાદ શરૂ થઇ ગયાનાં અહેવાલો છે.

ભારે વરસાદને પગલે ફરીવાર અનેક નદીઓ ફરી ગાંડીતુર બની છે. પંચમહાલનાં દાહોદ વગેરે વિસ્તારોમાં પણ મેઘરાજા સવારથી સટ્ટાસટી બોલાવી રહ્યા છે.સૌરાષ્ટ્રમાં આજે જૂનાગઢ અને વિસાવદર પંથકમાં સવારથી ગાજવિજ સાથે મુશળધાર વરસાદ શરૂ થઇ ગયો હોવાના વાવડ મળી રહ્યા છે.

Read About Weather here

વિસાવદરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદ સવારથી તૂટી પડ્યો છે. પરિણામે શહેરનાં મુખ્ય માર્ગો પર નદીઓવહી નીકળી હોય એ રીતે પાણી ફરી વળ્યા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here