ગુજરાતમાં મૌસમનો અકળ મિજાજ, ઠેર-ઠેર કમૌસમી વરસાદ

ગુજરાતમાં મૌસમનો અકળ મિજાજ, ઠેર-ઠેર કમૌસમી વરસાદ
ગુજરાતમાં મૌસમનો અકળ મિજાજ, ઠેર-ઠેર કમૌસમી વરસાદ

રાજકોટમાં વહેલી સવારથી વાદળો છવાયા, ઠંડીમાં સતત વધારો: અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, વલસાડ, આણંદ સહિત દક્ષિણ અને ઉતર ગુજરાતમાં માવઠાનો માહોલ: ઘઉં, મગ, અડદ, ચણા, કેરીના પાકને ભારે નુકશાન
ગોંડલમાં મધરાતથી કમૌસમી વરસાદનાં ઝાપટાં, અરબી સમુદ્રનાં લો-પ્રેશરની અસરને કારણે માવઠાએ શિયાળુ પાકની દશા બગાડી: હજુ બે દિવસ વરસાદની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરને કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં અનેક શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળામાં ચોમાસા જેવું વાતાવરણ જામ્યું હતું અને ગઈ મોડીરાતથી ઠેર-ઠેર કમૌસમી વરસાદ શરૂ થઇ જતા ખેતીને ભારે નુકશાન થવા પામ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ખેડૂતોની હાલત કફોડી થઇ જવા પામી છે. વાતાવરણમાં એકાએક આવેલા પલટાને કારણે અને માવઠાથી રાજ્યભરમાં કાતિલ ઠંડી શરૂ થઇ જવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં ગીરગઢડા પંથક, ગીર સોમનાથ, અમરેલી જિલ્લાનાં બાબરા, રાજકોટ જિલ્લાનાં ગોંડલ, કોડીનાર વગેરે વિસ્તારોમાં મંગળવારે મધરાતથી વાતાવરણ બદલાયું હતું અને કમૌસમી વરસાદનાં ઝાપટાં શરૂ થઇ ગયા હતા.

હજુ અગામી બે દિવસ ભારે કમૌસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સુરત, અમદાવાદ, વડોદરા, વલસાડ, વાપી, આણંદ તથા પંચમહાલનાં ગોદર, હાલોલ વગેરે વિસ્તારોમાં જોરદાર કમૌસમી વરસાદ શરૂ થઇ ગયો હતો.

દાહોદ અને આસપાસનાં પંથકમાં પણ માવઠાથી ખેતીને ભારે નુકશાન થયું છે અને ઠંડી વધી ગઈ છે. જૂનાગઢ જિલ્લામાં પણ વાતાવરણ પલટાયું છે અને માવઠું પડતા જૂનાગઢ અને અન્યત્ર માર્કેટ યાર્ડમાં પડેલો સોયાબીન, મગફળી વગેરેનો જથ્થો પલડી ગયો હતો.

મોટાભાગનાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મધ્યમ થી ભારે કમૌસમી વરસાદ પડ્યો હતો. પરિણામે તેલનાં પાકને પણ ભારે નુકશાન થયું છે. ઘઉં, ચણા, મગ, અડદ, શાકભાજી વગેરેને નુકશાન થયું છે. ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.

લગભગ સમગ્ર દક્ષિણ ગુજરાત, ઉતર અને મધ્ય ગુજરાતમાં અષાઢ જેવું વાતાવરણ સર્જાય જતા ખેતીને ભારે જંગી નુકશાન થવા પામ્યું છે. નર્મદા જિલ્લામાં પણ કમૌસમી વરસાદ પડી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં પણ આવી જ પરિસ્થિતિ છે.

અરવલ્લીનાં મોડાસા, મેઘરજ, નર્મદા જિલ્લાનાં રાજપીપળા અને કેવળીયા, ગીર સોમનાથનાં વેરાવળ અને દીવ, ઊના, અમરેલી, બાબરા, મહીસાગરનાં લુણાવાડા, વગેરે વિસ્તારોમાં ભારે કમૌસમી વરસાદે ઘઉં,

Read About Weather here

ચણા, શાકભાજી, કેરી, મગ, અડદ અને તમાકુને ભારે નુકશાન પહોંચાડ્યું છે. માવઠાને કારણે ઠેર-ઠેર ઠંડીનું હવામાન પણ સર્જાયું છે અને આગામી બે દિવસમાં હાડ થીજાવતું ઠંડીનું મોજું ફરી વળવાની હવામાન ખાતાએ આગાહી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here