રાજકોટ સહિત 8 મહાનગરમાં રાત્રી કર્ફ્યું લંબાવાયો, સમય ઘટ્યો

રાજકોટ સહિત 8 મહાનગરમાં રાત્રી કર્ફ્યું લંબાવાયો, સમય ઘટ્યો
રાજકોટ સહિત 8 મહાનગરમાં રાત્રી કર્ફ્યું લંબાવાયો, સમય ઘટ્યો

ઓમીક્રોનની ઈફેક્ટ, 10 ડિસેમ્બર સુધી રાતનાં 1 થી સવારનાં 5 સુધી કર્ફ્યુંનો અમલ; કેબીનેટમાં ચર્ચા બાદ જાહેરાત, દુકાનો, રેસ્ટોરાંને રાતનાં 12 સુધી ખુલ્લા રાખવાની છૂટ

કોરોના મહામારીનાં નવા વાયરસ ઓમીક્રોનથી નવું જોખમ ઉભું થયું હોવાને કારણે અગમચેતીનાં પગલા રૂપે ગુજરાતમાં રાજકોટ સહિતનાં 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યું વધુ 10 દિવસ સુધી લંબાવવામાં આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

કર્ફ્યુંનાં સમયગાળામાં ઘટાડો કરાયો છે. નાઈટ કર્ફ્યું તા.10 ડિસેમ્બર સુધી લંબાવી દેવાયો છે. જેનો સમય રાતના 1 થી સવારનાં 5 વાગ્યા સુધીનો રહેશે. ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબીનેટની બેઠકમાં ચર્ચા થયા બાદ કર્ફ્યું લંબાવવાનો નિર્ણય લેવાયો હતો.

રાજ્ય સરકારે બહાર પડેલા નવા જાહેરનામાં અનુસાર રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢમાં ઘટેલા સમય સાથે નાઈટ કર્ફ્યું અમલમાં રહેશે. ઉપરાંત તમામ માર્કેટ યાર્ડ રેસ્ટોરાં,

દુકાનો, બ્યુટીસલુન વગેરે વ્યાપારી ધંધાર્થી સ્થળો રાતનાં 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. રેસ્ટોરાંમાં 75 ટકા ક્ષમતા સાથે ગ્રાહકોને બેસાડીને કામ કરી શકાશે. હોમ ડીલેવરી અને ટેકઅવે સેવાઓને પણ રાતનાં 12 વાગ્યા સુધી છૂટ અપાઈ.

સિનેમા હોલ 100 ટકા ક્ષમતા સાથે ચલાવી શકાશે. લગ્ન પ્રસંગો તથા ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોમાં 400 લોકોની હાજરીની છૂટ અપાઈ છે. અંતિમ યાત્રા માટે 100 વ્યક્તિઓની છૂટ અપાઈ છે.

સામાજીક અંતર અને માસ્કનાં નિયમોનું પાલન ચાલુ રાખવા લોકોને તાકીદ કરવામાં આવી છે. સરકારે ગુજરાતમાં આવનારા તમામ વિદેશી મુસાફરો માટે એરપોર્ટ પર જ આરટી-પીસીઆર ટેસ્ટ ફરજીયાત બનાવ્યો છે.

Read About Weather here

11 દેશોને હાઈરીસ્ક જાહેર કરવામાં આવ્યા છે. એ દેશોમાંથી રાજ્યમાં આવતા તમામ માટે ટેસ્ટીંગ કરાવવાનું જરૂરી બનશે અને 14 દિવસ કવોરન્ટાઇન રહેવું પડશે. અત્યારે ગુજરાતમાં ઓમીક્રોન વાઈરસનો કોઈ કેસ નોંધાયો નથી પણ સાવચેતી ખાતે અગમચેતીનાં કડક પગલા લેવાય રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here