ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક યોજાઇ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓના મ્યુઝિયમ, ઓ.બી.સી અને જનમત સંગ્રહ માટે આયોજન: તા.31 ઓકટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચોવીસ કલાકના ધરણા
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં ત્રણ કમિટીઓની રચના કરાઇ

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નિવાસ સ્થાને ગુજરાતનાં ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક યોજાઇ, આ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓના મ્યુઝિયમ, ઓ.બી.સી અને જનમત સંગ્રહ માટે આયોજન કરવા ત્રણ કમિટીઓની રચના કરવામાં આવી.

Visit Saurashtra Kranti Homepage here

ગાંધીનગર ખાતે ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ યુવાનોની એક બેઠક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ક્ષત્રિય સમાજના પીઢ અગ્રણી નેતા શંકરસિંહજી વાઘેલાની અધ્યક્ષતામાં તેમના નિવાસ ખાતે યોજાઈ હતી.

આ બેઠકની શરૂઆતમાં સમસ્ત ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ગત તા. 4-9ના રોજ દેવલોક પામેલ નેકનામદાર ઠાકોરસાહેબ સાણંદ શિવસિંહજી વાઘેલા (ટીકાસાહેબ)ને બે મીની ટનું મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી,

ત્યારબાદ બેઠકની શરૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ પહેલા પૂર્વ મુખ્યમંત્રી દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી તેમજ માંગણી સરકાર સમક્ષ મૂકી અને ક્ષત્રિયો નું ગૌરવ

તેમજ ક્ષત્રિયો ના બલિદાનો આવનાર પેઢી યાદ રાખે તે હેતુ થી માંગણી કરી હતી. આ માંગણી પ્રધાન મંત્રી એ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ના અનાવરણ વખતે આવકારી તેમજ રજવાડાઓનું મ્યુઝિયમ બનશે તેવી વાત કહી.

પરંતુ આજ ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં મ્યુઝિયમ બનાવવા બાબતે કોઈ પણ નક્કર પગલા કે પ્લાન બનાવવામાં આવ્યો નથી કે કોઈ પણ પ્રકારની જમીન ફાળવવામાં આવી નથી કોઈ બજેટની રકમ પણ ફાળવવામાં નથી આવી.

આ યોજાયેલ બેઠકનો મુખ્ય હેતુ સ્ટેચ્યું ઓફ યુનિટી ખાતે રજવાડાઓનું મ્યુઝિયમનું કામ વિધાનસભાની ચૂંટણી પહેલા ચાલુ થાય તેમજ સત્વરે આ કાર્ય પૂરૂ થાય તે બાબતનો હતો.

રજવાડાઓએ પોતાનાં રજવાડાં ભારતને અખંડ ભારત રાખવાના આશયથી આપ્યા હતાં. આવા અમૂલ્ય યોગદાનને સરકારે યાદ રાખવું જોઇએ.આ બેઠકમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મ્યુઝીયમનું કામ સત્વરે ચાલુ કરવું જોઈએ,

મ્યુઝિયમ માટે યોગ્ય જમીન ફાળવવી,મ્યુઝિયમ બનાવવા માટે બજેટ ફાળવણી, મ્યુઝિયમ ડીઝાઇન, રજવાડાઓનો સાંસ્કૃતિક વારસો, તેમજ અન્ય બાબતો વિષેની ચર્ચા કરવામાં આવી હતી,

તેમજ ક્ષત્રિય સમાજનો સમાવેશ કેન્દ્ર સરકાર દ્વારા ઘઇઈ માં કરવો જોઇએ તેવી પણ માંગણી કરવામાં આવી હતી,સમાજલક્ષિ બીજી અનેક માંગણીઓની ચર્ચાઓ કરવામાં આવી હતી

તેમજ ચર્ચાઓના અંતે માન.શંકરસિંહજી વાઘેલાની આગેવાનીમાં ત્રણ મિટીઓની રચના કરવામાં આવી હતી જેમાં એક સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓનું મ્યુઝિયમ.

બીજી. સમાજનો ઘઇઈ માં સમાવેશ કરવા માટે અને ત્રીજી જનમત સંગ્રહ તેમજ પ્રોગ્રામ આયોજન સમિતિ તેમજ આવનાર તા. 31-10ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ગાંધી

ચીંધ્યા માર્ગે ચોવીસ કલાકના ધરણા કરવાનું પણ આયોજન કરવામાં આવશે. જેથી કરીને સરકાર દ્વારા રજવાડાઓના મ્યુઝીયમના કાર્યને વેગ મળે તે હેતુ થી.આ બેઠકમાં ક્ષત્રિય સમાજના યુવાનો,અગ્રણીઓ,આગેવાનો,

Read About Weather here

વડીલો પણ હાજર રહ્યા હતા તેમ યુવા કો-ઓડીનેટર ધ્રુવરાજસિંહજી ચુડાસમા તેમજ સેજપાલસિંહજી ઝાલાની યાદીમાં જણાવાયું હતું.(1.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here