ખેડૂતોના જણસોના ભાવ કેમ ન વધે?

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજયના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ વધે તો
રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, કચ્છ સહિત રાજયભરમાં કિસાન સંઘના વ્યાપક ધરણા
એમએસપીના મુદ્ે આંદોલન, ખેત ઓજારો અને ટ્રેકટર પરનો વેરો રદ્ કરવા માંગણી

કિસાનોના પોષણક્ષમ ભાવના કાનુની કાયદા સહિતના પ્રશ્ર્ને દેશવ્યાપી જિલ્લા મથકોએ ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

ભારતીય કિસાન સંઘ રાજકોટ દ્વારા રાજકોટ કલેકટર મારફત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ના.મુખ્યમંત્રી નીતિન પટેલ અને કૃષિમંત્રી આર.સી.ફળદુને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને પોષણક્ષણ ભાવ મળવાની અમલવારી તુરંત જ કરી, ખેડૂતોના પડતર પ્રાણ પ્રશ્ર્નોનો તાત્કાલિક નિકાલ કરવા સહિતના પ્રશ્ર્નો અંગે રજૂઆત કરી હતી.

ભારતીય કિસાન સંઘ રાજકોટના પ્રમુખ દિલીપભાઇ સખીયાએ જણાવ્યું હતું કે, રાજયના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું વધે તો ખેડૂતોના જણસોના ભાવ કેમ ન વધે? તેમ જણાવ્યું હતું.

આજે રાજકોટ કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહયા હતા. પોલીસ દ્વારા ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં એમએસપી તથા ખેતીના ઓજારો પરના વેરાનાં મુદ્ા પર કિસાન સંઘના નેજા હેઠળ વ્યાપક ધરણા કરવામાં આવી રહયા છે.

ભારતીય કિસાન સંઘે આપેલા એલાન મુજબ આજે રાજકોટ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, પાલનપુર, સુરત સહિતના વિસ્તારોમાં કિસાનોએ મોટાપાયે ઉગ્ર દેખાવો અને ધરણા કર્યા હતા.

કિસાનોના પડતર પ્રશ્ર્નો અંગે ધ્યાન આપી તાત્કાલીક હલ લાવવા કિસાનોએ જિલ્લા કલેકટર કચેરીઓ સામે એકત્ર થઇને જોરદાર ધરણા કર્યા હતા અને નારેબાજી કરી હતી.

કચ્છમાં પણ અનેક સ્થળે કિસાનોએ ધરણા કર્યા હતા અને જિલ્લા કચેરીઓ સામે સુત્રોચાર કર્યા હતા. કિસાન સંઘે એમએસપી વધારવા માટે માંગણી કરી છે

એટલુ જ નહીં ટ્રેકટર તથા અન્ય ખેત ઓજારો પરનો વેરો માફ કરવાની પણ માંગણી પણ કરી છે.

Read About Weather here

રાજય સરકાર સમક્ષ અવાર-નવાર રજૂઆતો કરવા છતાં માંગણીઓનો સ્વીકાર થઇ રહયો ન હોવાથી આજે રાજયભરમાં મોટાપાયે ધરણા કરવામાં આવી રહયા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here