ગરીબની થાળી લીધી લૂંટી શાક-દાળ-ભાત ગયા ખુટી

આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
આશ્રય સેવા સપ્તાહ સમાપનની રાજકોટ ઝોન દ્વારા 9 મેગા સેવાકીય પ્રોજેક્ટ દ્વારા ઉજવણી
ઇંધણ તથા લોક જીવન જરૂરિયાતની દરેક ચીજો અને ખાદ્યપદાર્થોની બેફામ વધતી જતી ભાવસપાટી અને મોંઘવારીનાં વિરોધમાં આજે રાજકોટ જિલ્લા કોંગ્રેસનાં નેજા હેઠળ શહેરનાં બહુમાળીભવનનાં ચોક ખાતે ઉગ્ર દેખાવો અને ધરણા કરવામાં આવ્યા હતા અને મોંઘવારીનાં વિરોધમાં તથા સરકાર વિરૂધ્ધ ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. પોલીસે કોંગ્રેસનાં અનેક કાર્યકરોની અટકાયત કરી લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરીયા, પૂર્વ પ્રમુખ હિતેશ વોરા, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શહેનાઝબેન બાબી વગેરે આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં આજે સવારે બહુમાળીભવન સામેના ચોકમાં ઉમટી પડ્યા હતા અને મોંઘવારીનાં વિરોધમાં ઉગ્ર દેખાવો કર્યા હતા. ભારે નારેબાજી કરવામાં આવી હતી.
પોલીસે કાર્યક્રમ સ્થળે ધસી જઈ સંખ્યાબંધ કાર્યકરોની અટકાયત કરી લીધી હતી અને ધરણા તથા દેખાવોનો કાર્યક્રમ વિખેરી નાખ્યો હતો.

કોંગ્રેસનાં આગેવાનોએ જિલ્લા કલેકટર કચેરી પહોંચી કલેકટરને આવેદનપત્ર સુપ્રદ કર્યું હતું. જિલ્લા કોંગ્રેસ સમિતિ આવેદનમાં જણાવ્યું હતું કે, ભાજપે દેશભરમાં સળગતી મોંઘવારીની આગમાં જનતાને હોમિ દીધી છે. આજે તો સવારે ઉઠો ત્યાંથી લઇ રાત્રે સુવો ત્યાં સુધી લોકમુખે એક જ ચર્ચા સંભળાઈ છે કે હાય રે મોંઘવારી હાય. જનતા સવાલ પૂછે છે કે, કઈ રીતે જીવન જીવીશું? ગરીબ અને મધ્યમ વર્ગ લાચાર થઇ ગયો છે. પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ, સીએનજી, કઠોળ, શાકભાજી, ટમેટા, લીંબુ, કોથમીર, ખાંડ અને ચા ની ભૂક્કી તથા તમામ પ્રકારનાં ખાદ્યતેલોનાં ભાવવધારાથી લોકોનાં જીવ તાળવે ચોંટી ગયા છે. કોઈપણ ચીજ એવી નથી જે મોંઘવારીથી બાકી રહી હોય. નિષ્ણાંતો કહે છે કે, મોંઘવારીએ છેલ્લા 10 વર્ષનો રેકર્ડ તોડી નાખ્યો છે. રાંધણગેસ, પેટ્રોલ અને ડીઝલનાં ભાવ તો બે વર્ષમાં જ બમણા થઇ ગયા છે. ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકો માટે ગુજરાન ચલાવવું પણ અઘરું થઇ જશે.

Read About Weather here

આવેદનપત્રમાં દર્શાવ્યું છે કે, જો વ્યક્તિ પરિવારનું પાલન- પોષણ નહીં કરી શકે તો માણસ આત્મહત્યા તરફ પ્રેરાશે. ભાજપને એટલો ઘમંડ થયો છે કે પ્રજાની તકલીફની પણ અવગણના કરે છે. જેનો દંડ પ્રજા ભોગવી રહી છે. લોકોએ ભાજપને પસંદ કરીને ચૂંટીને સરકારમાં મોકલ્યો છે ત્યારે આવી રીતે લોકોની નિરાશા અને લાચારીની મઝાક ઉડાવીને ભાજપ આ રીતે વળતર ચુકવે છે એ લોકો જોઈ રહ્યા છે. પ્રજાએ હવે જાગૃત બની આવા ઘમંડી લોકોને જાકારો આપવો જોઈએ. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરીયા, પૂર્વ પ્રમુખ હિતેશ વોરા, મહામંત્રી શૈલેષ કપુરિયા, પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શહેનાઝબેન બાબી, પ્રદેશ ડેલીગેટ સુરેશ બથવાર, પ્રદેશ મહામંત્રી ડી.પી.મકવાણા, પ્રદેશ અગ્રણી ધામી, વોરાભાઈ ગોહેલ, અવચરભાઈ નાકિયા, વિનુભાઈ ધડુક, જિલ્લા ઉપપ્રમુખ સવજીભાઈ પરમાર, એનડી. જાડેજા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ભાવનાબેન ભૂત, એનએસયુઆઈ પ્રમુખ રોહિતસિંહ રાજપૂત, બક્ષીપંચ જિલ્લા પ્રમુખ કાળુભાઈ સોલંકી, જિલ્લા લઘુમતી પ્રમુખ બસીરભાઈ પરમાર, યતીશભાઈ દેસાઈ, મહેન્દ્રસિંહ પાળ, પિનલબેન સાવલીયા, શારદાબેન વેગડા, પ્રવિણભાઈ મૌયડ, મોહિલ ડવ અને મીનાબેન જાદવ વગેરે જોડાયા હતા

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here