ગજ્જબનું ટ્રાન્સફોર્મેશન…!

ગજ્જબનું ટ્રાન્સફોર્મેશન…!
ગજ્જબનું ટ્રાન્સફોર્મેશન…!
એક સમય હતો જ્યારે ફરદીન ખાન એકદમ ગોળમટોળ થઈ ગયો હતો. 48 વર્ષીય ફરદીન ખાન લાંબા સમયથી બોલિવૂડમાંથી ગાયબ છે. જોકે, પછી ફરદીને પોતાની ફિટનેસ પર ફોકસ કર્યું અને હવે પોતાના જૂના લુકમાં પાછો આવી ગયો છે. ચોકલેટી હીરો ફરદીન ખાન હવે ફરી એકવાર સ્લીમ લુકમાં જોવા મળ્યો હતો.ફરદીન ખાન એક્ટ્રેસ હુમા કુરૈશીની ઈદ પાર્ટીમાં આવ્યો હતો. ઈદ પાર્ટીમાં જ્યારે ફરદીનની એન્ટ્રી થઈ ત્યારે તમામ કેમેરા તેની તરફ જ હતા. સો.મીડિયામાં ફરદીનના ન્યૂ લુકની તસવીરો ને વીડિયો વાઇરલ થયા છે. ફરદીનને એકદમ સ્લીમ લુકમાં જોઈને ચાહકો પણ ફિદા થઈ ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

https://www.instagram.com/reel/CdKhNcrKZLu/?utm_source=ig_embed&ig_rid=7cc5e470-7294-4bd0-b1f3-435608217128

ફરદીન ખાન બ્લેક એન્ડ વ્હાઇટમાં હતો.ફરદીન ખાનને નવા લુકમાં જોતાં જ એક ચાહકે કહ્યું હતું, ‘આ તો મારો નાનપણનો પ્રેમ છે.’ અન્ય એકે કહ્યું હતું, ‘આ મારો ક્રશ છે, ક્યાં છે આજકાલ.ફરદીન ખાન લાંબા સમય બાદ બોલિવૂડમાં જોવા મળશે. તે સલમાન ખાન, અનિલ કપૂર સાથે ફિલ્મ ‘નો એન્ટ્રી 2’માં કામ કરી રહ્યો છે. આ ઉપરાંત ફરદીન એક્ટર રિતેશ દેશમુખની ફિલ્મ ‘વિસ્ફોટ’માં પણ જોવા મળશે.સ્વ. ફિરોઝ ખાનનો દીકરો ફરદીન ખાન છેલ્લે 2010માં ‘દુલ્હા મિલ ગયા’માં જોવા મળ્યો હતો. ત્યારબાદ તે બોલિવૂડ છોડીને લંડનમાં સેટલ થઈ ગયો હતો. જોકે, તે અવાર-નવાર લંડનથી મુંબઈ આવતો રહેતો હતો.

ગયા વર્ષે ફરદીન કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાની વર્સોવા ઓફિસની બહાર સ્પોટ થયો હતો તે સમયની તસવીર.

Read About Weather here

ફરદીને 24ની ઉંમરમાં 1998માં ફિલ્મ ‘પ્રેમ અગન’થી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ‘જંગલ’, ‘પ્યાર તૂને ક્યા કિયા’, ‘હમ હો ગયે આપકે’, ‘ખુશી’, ‘દેવ’, ‘પ્યાર મોહન’, ‘લાઈફ પાર્ટનર’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું હતું.2016માં ફરદીન ખાન જ્યારે મુંબઈ આવ્યો ત્યારે ઘણો જ જાડો લાગતો હતો. આટલુ જ નહીં સોશિયલ મીડિયામાં ફરદીન ખાનની ઘણી જ મજાક ઉડાવવામાં આવી હતી. ત્યારબાદ ફરદીન ખાને ફેસબુક પર એક પોસ્ટ લખીને ટ્રોલર્સને જવાબ આપ્યો હતો.ફરદીનની પત્ની નતાશાએ દીકરા અઝરૂઈસને જન્મ આપ્યો હતો. ફરદીન તથા નતાશાને એક પુત્ર તથા દીકરી દિયાની છે.ફરદીન ખાને 2005માં જાણીતી એક્ટ્રેસ મુમતાઝની દીકરી નતાશા માધવાણી સાથે લગ્ન કર્યાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here