કચ્છના ભૂકંપ ગ્રસ્તોને આવાસનાં માલિકી હક અર્પણ

ઈન્ડોનેશિયામાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ
ઈન્ડોનેશિયામાં 5.5ની તીવ્રતાનો ભૂકંપ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો સંવેદનાપૂર્ણ સૈધ્ધાંતિક નિર્ણય

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કચ્છ જિલ્લામાં ભૂકંપ પછીનાં પુનર્વસન અન્વયે નિર્માણ પામેલા આવાસોમાં વસવાટ કરતા પરિવારોને માલિકી હક- સનદ આપવાનો માનવીય સંવેદનાભર્યો સૈધ્ધાંતિક નિર્ણય લીધો છે.

રાજ્યનાં મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ નિર્ણયની જાણકારી આપતા જણાવ્યું હતું કે, કચ્છમાં 2001 માં આવેલા ભયાનક ભૂકંપ પછી તત્કાલીન સમય સંજોગોને ધ્યાનમાં રાખીને અલગ- અલગ સ્થળોએ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા મકાનો અને આવાસનું નિર્માણ કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં મોટા પાયે નુકશાન થયું હોવાથી ખૂબ જ વિશાળ સંખ્યામાં આવાસોની જરૂરિયાત ઉભી થઇ હતી.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે કહ્યું હતું કે, આવા અનેક ગામોમાં વસવાટ કરતા ભૂકંપ અસરગ્રસ્તો પાસે મકાનો હતા પણ માલિકી હકની સનદ ન હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ આ મામલો આવ્યો હતો. આથી એમણે માનવીય અભિગમ બતાવી આવા મકાન ધારકોને માલિકી હક- સનદ આપવાનો નિર્ણય લીધો છે.

Read About Weather here

ભૂકંપ બાદ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા નિર્માણ કરાયેલા મકાનોને જ આ ફેસલો લાગુ કરશે. આવા જે ગામોમાં નિરાધાર પરિવારો માટે સંસ્થાઓએ મકાનો બનાવી આપ્યા છે. એ જગ્યાને ગામતળ નિમ કરવાનો પણ મહેસુલ વિભાગે નિર્ણય લીધો છે. આ રીતે સામાન્ય અને ગરીબ પરિવારોની પડખે ઉભા રહેવાનો અભિગમ ધરાવતા મુખ્યમંત્રીએ અનેક ભૂકંપ ગ્રસ્ત પરિવારોની લાંબા સમયથી પડતર સમસ્યાનું નિરાકરણ કર્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here