ખોડલધામ પાટોત્સવ યોજાશે કે કેમ? આવતીકાલે સત્તાવાર નિર્ણય કરાશે

ખોડલધામ પાટોત્સવ યોજાશે કે કેમ? આવતીકાલે સત્તાવાર નિર્ણય કરાશે
ખોડલધામ પાટોત્સવ યોજાશે કે કેમ? આવતીકાલે સત્તાવાર નિર્ણય કરાશે

ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થશે: ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આજે ટ્રસ્ટીઓની બેઠક બોલાવી

લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતીક સમા ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થશે, આથી ખોડલધામમાં 21મી જાન્યુઆરીએ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ ગઈકાલે પાટોત્સવ વર્ચ્યુઅલ યોજવાના અહેવાલો વહેતા થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આજે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે મીડિયામાં વહેતા થયેલા સમાચારને ધ્યાનમાં ન લેતાં ખોડલધામનો પાટોત્સવ વર્ચ્યુઅલ નહીં, રાબેતા યોજાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખોડલધામના કાર્યક્રમ અંગેનો સત્તાવાર નિર્ણય આજે (શનિવારે) લેવાશે. આજે ટ્રસ્ટી મંડળની તેમજ કોર કમિટીની બેઠક મળશે.

Read About Weather here

બાદમાં પત્રકાર પરિષદ કરીને ખોડલધામ પાટોત્સવ અંગેની સત્તાવાર જાહેરાત કરાશે. પાટોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે સમગ્ર ગુજરાતમાં રહેતા પાટીદાર સમાજને આમંત્રણ આપવા ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે ખુદ સમગ્ર રાજ્યમાં ભ્રમણ કર્યું હતું. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આગેવાનો અને સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. પાટોત્સવમાં 108 કુંડી યજ્ઞ યોજાવાનો હોવાથી સ્વયંસેવકો દ્વારા હવનકુંડ તૈયાર કરી દેવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here