ગૌણ સેવા મંડળના અધ્યક્ષ આસિત વોરા રાજીનામું આપે: ગજઞઈં

ગૌણ સેવા મંડળના અધ્યક્ષ આસિત વોરા રાજીનામું આપે: ગજઞઈં
ગૌણ સેવા મંડળના અધ્યક્ષ આસિત વોરા રાજીનામું આપે: ગજઞઈં

રાજકોટ એન.એસ.યુ.આઇ દ્વારા પેપરકાંડ સામે વિરોધ પ્રદર્શન
આસિત વોરાના પૂતળા દહન કરાયું: પોલીસ દ્વારા અટકાયત

તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ કલાર્કની પરીક્ષામાં આયોજનપૂર્વક થયેલ પેપર કૌંભાડ પછી બોર્ડ વિવાદિત અઘ્યક્ષ કે જેમાંના કાર્યકાળ દરમિયાન પેપર ફૂટવાની પરંપરા રહી છે. રાજયભરમાં વિરોધ પ્રશ્ર્નો કરાયા હતા ત્યારે રાજકોટ એન.એસ.યુ.આઇ દ્વારા આજે આસિત વોરાના રાજીનામાની માંગ સાથે પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો. એન.એસ.યુ.આઇ.એ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું

Visit Saurashtra Kranti Homepage here

કે, બિન સચિવાલય -2018 થી લઈને આજસુધી અનેક પેપરો ફૂટતા રહ્યા છે અને દરેક વખતે તપાસ થાય છે, ચમરબંધીઓને છોડવામાં નહીં આવે તેવી ખાલી વાતો થાય છે વિગેરે જેવા લુખ્ખા આશ્ર્વાસનો પછી કોઈ નિષ્પક્ષ તપાસ કે પ્રામાણિકપણે પરીક્ષાઓ યોજાઈ નથી. જે વ્યકિત મીડિયા સામે આવીને પરીક્ષામાં થયેલા કૌંભાડ અંગે સ્પષ્ટતા કરવા તૈયાર નથી. પારદર્શક પરીક્ષા વ્યવસ્થા ગોઠવી શકવા સક્ષમ નથી તેના હાથમાં ગુજરાતમાં 40 થી 45 લાખ બેરોજગારોના ભવિષ્યને કઈ રીતે મુકી શકાય?

સરકાર દ્વારા તેમને આ હોદા ઉપર શા માટે નિયુકત કરવામાં આવેલ છે. કોઈ વ્યકિત સનિષ્ઠ, સત્યનિષ્ઠ કામગીરી કરે તો બરાબર છે પણ જેમના કાર્યકાળ દરમિયાન બિન સચિવાલય જેવું સમગ્ર દેશમાં ગુજરાતને બદનામ કરનારૂ કૌંભાડ થયું તેમને પુન:નિયુકિત શા માટે ? શું કોઈ મોટા ષડયંત્રનું આયોજન છે. આ ગાંધીનું ગુજરાત છે અને સરદારની સોનેરી ભૂમિ છે. ત્યાં સત્યનિષ્ઠ લોકોને બેસાડવાને બદલે આવા લોકોને બેસાડવાનું કારણ શું ? સાહેબ પરસેવાના પૈસાથી મોંઘાદાટ કલાસીસ કરતાં અને કેટલાય મોંઘા પુસ્તકો ખરીદતા વિદ્યાર્થીઓની ધિરજ હવે ખુટી છે.

પારદર્શકતાની વાતો વચ્ચે થતાં આવા પેપરકાંડથી વિદ્યાર્થીઓ જ નહીં પણ ગુજરાતના લાખો પરિવારો સાથે વિશ્ર્વાસઘાત થાય છે. અમારી માંગણી છે હાલ આસિત વોરાને રાજીનામું લઈ લેવામાં આવે અને આ હોદ્દા ઉપર અધ્યક્ષ સ્થાને નિવૃત આઈ.એસ.ની નિમણૂંક કરવામાં આવે. જેથી લાખો બેરોજગાર યુવાનોના ભવિષ્ય સાથે છેડા થવાનું બંધ થાય એવી માંગ સાથે આસિત વોરાનું પુતળા દહન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ નરેન્દ્ર સોલંકી, રવિ જીતિયા, નીલરાજ ખાચર, ભવિષ્ય પટેલ, અમન ગોહેલ, અંકિત સોંદરવા, ધવલ રાઠોડ, શિવ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, કર્મદિપસિંહ જાડેજા, રોહિત રાઠોડ, રાજ વરણ, અમન ગોહિલ, મિલન વિસપરા, બ્રિજરાજસિંહ જાડેજા, ભાર્ગવ આહિર, જયદિપ ડાંગર, બ્રિજરાજસિંહ જાડેજા, ક્રિસ પટેલ, રિતુલ આંકોલા, આર્યન કનેરીયા,

Read About Weather here

રાજવીરસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, કેવલ પાંભર, કવિશ રૂપારેલીયા, વત્સલ રાજગોર, રવિરાજસિંહ ઝાલા, જયરાજસિંહ રાણા, આર્યનસિંહ જાડેજા, પિયુષ પટેલ, મીત માંડવીયા, દિવ્યરાજસિંહ વાળા, ઓમ કકકડ , ભગીરથસિંહ જાડેજા આ કાર્યક્રમને સફળ બનાવવા જોડાયા હતા અને પોલીસ દ્વારા અટકાયત કરવમાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here