ખેડૂતના ઉભા ઘઉં પીજીવીસીએલની બેદરકારીથી સળગી જતા વળતર ચુકવવા અદાલતનો આદેશ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

જૂનાગઢ ફોરમ કોર્ટનું અનુકરણીય ચુકાદો
ફરીયાદીની બાજુના ખેતરમાં રહેલી વીજ લાઇનથી ખેતરમાં આગ લાગી હતી: અદાલતે ઘટના અને નુકસાન માટે પીજીવીસીએલને જવાબદાર ગણાવી.

જૂનાગઢ પાસેના અગતરાય ગામનાં એક ખેડૂતનાં ખેતરમાં વિજ લાઇનથી આગ લાગવાથી ખેતરના ઘઉં સળગી ગયાની ઘટનામાં ખૂબ અનુકરણીય ચુકાદો આપતા જૂનાગઢની ફોરમ કોર્ટે ખેડૂતને વળતળ ચુકવવા પીજીવીસીએલ કચેરીને આદેશ આપ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આવા કિસ્સામાં આ ચુકાદો ખુબ જ નોંધ પાત્ર બની રહયો છે.આ કેસની વિગત એવી છે કે, અગતરાય ગામના ખેડૂત ધીરજલાલ ગોપાલભાઇ ધોડાસરાનાં ખેતરમાં આસરે 2 વર્ષ અગાઉ બાજુના ખેતરની વીજ લાઇનને કારણે આગ લાગી હતી.

આથી ફરીયાદીના ઘઉંનો ઉભો પાક અને તૈયાર થયેલો મોલ સંપુર્ણ પણે બળીને ખાખ થઇ ગયા હતા. જેના પગલે ફરીયાદી ખેડૂત ધીરજલાલે પીજીવીસીએલ કચેરી પાસે વળતળની માગ કરી હતી.

પણ કચેરી તરફથી એવો જવાબ મળ્યો હતો કે, તમારા ખેતરમાં કોઇ વીજ થાંભલો આવેલ નથી. તમારી બાજુના ખેતરમાં આગ લાગી ત્યારબાદ તમારા ખેતરમાં આગ લાગી હોવાથી પીજીવીસીએલ કચેરી તરફથી કોઇ વળતળ અપાશે નહીં.

કચેરીએ સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હોવાથી નીરાશ થયેલા ખેડૂતે જિલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં અરજી કરી દાદ માંગી હતી. ફરીયાદીએ કચેરી પાસેથી વળતળ અપાવવા અદાલતને અનુરોધ કર્યો હતો.

ફરીયાદી તરફથી વંથલીના એડવોકેટ સમાબ્રધર્સ કંપનીના ઇબ્રાહિમ એ. સમાએ ઉચ્ચ અદાલતોનાં ચુકાદા અને સચોટ દસ્તાવેજો રજૂ કરી ગ્રાહક કોર્ટમાં ધારદાર દલીલો કરી હતી.

Read About Weather here

આથી અદાલતે આખો કેસ સાંભળીને પીજીવીસીએલને જવાબદાર ગણાવતો ચુકાદો આપ્યો હતો. જિલ્લા ગ્રાહક સુરક્ષા કોર્ટે ખેડૂતને રૂ.1,62,000 અને 6% લેખે ચુકાદાના દિન સુધીના વ્યાજ તથા ખર્ચ સહિત ખેડૂતને વળતળ ચુકવવા પીજીવીસીએલ કચેરીને આદેશ આપ્યો હતો.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here