ગુજરાત કે રાજકારણની ‘પ્રયોગ શાળા’?

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

કેબિનેટની પુન: રચના ભાજપને ભારે પડશે?
કામગીરી નહીં બલ્કે ‘કારીગરીને’ પ્રાધાન્ય મળ્યું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, તાલુકાઓ અને જિલ્લા પંચાયતો તથા નગરપાલિકા અને મહાપાલિકાઓની સ્થાનિક ચૂંટણીઓમાં હાથ ધરેલો નો રિપીટનો નવતર પ્રયોગ ટોચની

Visit Saurashtra Kranti Homepage here

કક્ષાએ પહોંચાડીને ભાજપની એકાધિકાર ધરાવતી સર્વ સત્તાધિશ ત્રિપુટીએ ગુજરાતને રાજકીય પ્રયોગ શાળામાં તબદીલ કરી નાખી હોય એવું દ્રષ્ટિગોચર થઇ રહયું છે.

જાણે કે તમામ રાજકીય પ્રયોગો કરવા માટે દેશમાં એક માત્ર ગુજરાત પર જ ભાજપની ટોચની નેતાગીરીએ પસંદગી ઉતારી હોય તેમ સ્થાનિક કક્ષાથી રાજય કક્ષા સુધી અવનવા અને વિચિત્ર કહી શકાય એવા અતાર્કીક રાજકીય પ્રયોગોની વણઝાર સર્જી દેવામાં આવી છે.

આ પ્રયોગો આગામી દિવસોમાં ભાજપને રાજકીય રીતે ભારે પડે છે કે, ભરપુર ફાયદો કરાવે છે એ વિશે કોઇ અનુમાન કરવું અત્યારે ઘણું વહેલુ ગણાશે. પરંતુ રાજકીય રીતે અભ્યાસુ નિષ્ણાંતો, રાજકીય વ્યૂહબાજો અને પંડિતોની ગણતરી અને વિશ્ર્લેષણનો અભ્યાસ કરીએ તો પ્રથમ નજરે એવું લાગે છે

કે, ગુજરાતમાં રાજય કક્ષાએ ભાજપે નો રિપીટ થિયરી અમલમાં મુકી આખેઆખા જૂના મંત્રી મંડળને ઘરે બેસાડી દેવાનો જે વ્યાયામ કર્યો છે તે લાંબા ગાળા ભાજપને ભારે પડી શકે છે.

અલબત ભાજપના રાજકીય ખેલંદા તત્વો આ અનુમાનોને સ્વીકારતા નથી અને નો રિપીટ થિયરીના બચાવમાં એવી દલીલો કરી રહયા છે કે, ગુજરાતમાં ભાજપની ટોચની નેતાગીરીએ અજમાવેલી નવતર રાજકીય પધ્ધતીને પગલે કાર્યકરોમાં નવા જોમ,

જોશ અને ઉત્સાહનો સંચાર થશે. ભાજપના નવા મંત્રીઓએ એક વર્ષના ગાળામાં ખુબ સારી લોકલક્ષી કામગીરી કરવી પડશે. સરવાળે ભાજપને ફાયદો થશે એવું પ્રદેશ ભાજપના આંતરીક સુત્રો કહી રહયા છે.

રાજકીય રીતે આ પ્રયોગ અત્યારે ભલે ભાજપને સારો લાગી રહયો હોય પણ નિષ્ણાંતોનાં મતે આગામી દિવસોમાં નો રિપીટનો પ્રયોગ ભાજપને આંતરીક અસંતોષની જવાળાઓમાં ધકેલી દે તો નવાઇ નહીં.

રાજકીય પંડિતોના વિશ્ર્લેષણ મુજબ ગુજરાત ભાજપમાં સરકારની ધરમુળથી પુન: રચનાએ અનેક પ્રકારના રાજકીય પ્રશ્ર્નો ઉભા થયા છે. એમના મતે પુન: રચનાની પ્રક્રિયામાં સુકા પાછળ લીલું બળી ગયાનો જેવો ધાટ પણ સર્જાયો છે.

કેમ કે, કોઇ એક જ પક્ષ જયારે તેની જ સરકારનું વિસ્તરણ કે પુન: રચના કરતો હોય ત્યારે સામાન્ય રીતે મંત્રીઓની કામગીરીને જ મોટા ભાગે લક્ષમાં લેવામાં આવે છે.

એ સિવાયના કોઇ કારણો જોવામાં આવતા નથી. પણ ગુજરાતમાં પરંપરાગત રાજકીય પ્રક્રિયાથી બિલકુલ વિપરીત રીતે કેબિનેટ પુન:ગઠન કરવામાં આવ્યું છે. આમ જનતાને પણ એવું લાગી રહયું છે

કે, પક્ષની નેતાગીરીએ મંત્રીઓની કામગીરી નહીં બલકે વફાદારી અને ‘કારીગરીને’ પ્રાધાન્ય આપ્યું છે. જેની સંભવિત રાજકીય અસરો આગામી દિવસોમાં અવનવા પરીણામો સર્જી શકે છે.

લોકો માને છે કે, ભાજપની ત્રિપુટીએ હાથ ધરેલો આ પ્રયોગ ભાજપને ભલે અત્યારે જાનદાર લાગે પણ લાંબા ગાળે રાજકીય રીતે ખુબ જ જોખમી બની શકે છે. સારી કામગીરી કરનારા અને લોક કલ્યાણના અનેક પ્રોજેકટમાં

અમલમાં મુકી ઉત્તમ દેખાવ કરનારા મંત્રીઓને પણ ઘરે બેસાડી દેવાનો આવો વ્યાયામ ભાજપ માટે રાજકીય રીતે આત્મધાતી બની શકે છે. અત્યારે ભાજપમાં અંદર ખાને ભારે રોષ અને આક્રોશ છે.

જે હાલ તુરત તો દબાવી દેવામાં આવ્યો છે. સીસ્તની કેદમાં પુરાયેલા ડ્રોપ મંત્રીઓ અત્યારે કશુ બોલવાની સ્થિતિમાં નથી. પણ એમને દુ:ખ એ વાતનું છે કે, અમારી સારી કામગીરીને ધ્યાનમાં લેવાઇ નથી અને કયાં કારણે મંત્રી પદ ખુચવી લેવાયું છે

એ જ સમજાતું નથી હવે અમારે અમારા મત વિસ્તારની જનતાને શું જવાબ આપવો?. જો કોઇપણ મહત્વનો અને રાષ્ટ્રીય ગણાતો પક્ષ મંત્રી કે ધારાસભ્યની સારી કામગીરીને માપદંડ નહીં

બનાવે તો તેના અવળા પરીણામો ભોગવવા માટે એ પક્ષે તૈયાર રહેવું પડશે એવી વ્યાપક લોકલાગણી ગુજરાતમાં જોવા મળી રહી છે.ગુજરાતની જનતા અને ખાસ કરીને પ્રદેશ ભાજપ માટે આવનારા દિવસો રાજકીય રીતે ખુબ જ નિર્ણાયક અને મહત્વના બની રહેશે એવું લાગે છે.

Read About Weather here

વિધાનસભાની આવનારી ચૂંટણીઓમાં તેની ચોક્કસ અણધારી અને અકલ્પનીય અસરો થશે તેવી શકયતા નકારી શકાય નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here