કન્યાઓની લગ્ન વય વધારાતા કેટલાકને દુ:ખ થયું છે: મોદીનો કટાક્ષ

કેન્‍દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર
કેન્‍દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર

પ્રયાગરાજમાં વડાપ્રધાનનાં કાર્યક્રમમાં બે લાખ મહિલાઓની હાજરી: સમાજવાદી પાર્ટીની પ્રતિક્રિયાને વખોડી કાઢતા મોદી
સપા નાં કેટલાક સાંસદોએ લગ્ન વય વધારવાનો વિરોધ કર્યો હતો: મહિલા સાહસિકોનાં બેંક ખાતામાં રૂ. 1 હજાર કરોડ જમા કરાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ ખાતે મહિલાઓની પ્રચંડ મેદનીને સંબોધન કરતા સમાજવાદી પાર્ટી પર ભારે કટાક્ષો કર્યા હતા અને જણાવ્યું હતું કે, ક્ધયાઓની લગ્નની વય મર્યાદા વધારી દેવાના સરકારનાં નિર્ણયથી કેટલાકને ભારે દુ:ખ થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

પણ મહિલાઓ અમારા નિર્ણયથી ખુશ છે. બીજા અમૂકને તકલીફ થઇ રહી છે.યુ.પી. નાં પ્રયાગરાજમાં યોજાયેલી સભામાં બે લાખથી વધુ મહિલાઓ ઉમટી પડી હતી. ત્યારે હરીપો પર પ્રહારો કરતા મોદીએ જણાવ્યું હતું

કે, ક્ધયાઓને વધુ અભ્યાસ કરવા મળી શકે અને પ્રગતિ કરી શકે એ માટે સરકારે લગ્ન વય મર્યાદા 21 વર્ષ કરી છે. દેશ તેની દીકરીઓ માટે આ નિર્ણય લઇ રહ્યો છે. પણ કોને તકલીફ થઇ રહી છે એ બધા જાણે છે.

સમાજવાદી પાર્ટીનાં કેટલાક સાંસદો દ્વારા લગ્ન વય મર્યાદા વધારવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેનો વડાપ્રધાન ઉલ્લેખ કરી રહ્યા હતા. મોદીએ ઉમેર્યું હતું કે, યુ.પી. માં પાંચ વર્ષ પહેલા રસ્તાઓ પર માફીયાઓનું રાજ હતું.

સૌથી વધુ બહેન-દીકરીઓએ જ સહન કર્યું છે. તેઓ રસ્તા પર નીકળી શકતી ન હતી, શાળા અને કોલેજ જઈ શકતી ન હતી. પણ મુખ્યમંત્રી યોગીએ તમામ બદમાશોને તેમની જગ્યા બતાવી દીધી છે.

Read About Weather here

વડાપ્રધાને પ્રયાગરાજ ખાતે મહિલા સાહસિક સંગઠનોનાં બેંક ખાતામાં રૂ. 1 હજાર કરોડ જમા કરાવ્યા હતા. આ યોજનાથી રાજ્યની 16 લાખ મહિલાઓને લાભ થશે. એ જ રીતે મુખ્યમંત્રી ક્ધયા સુમંગલ યોજનાનાં એક લાખ લાભાર્થીઓને રૂ. 20 લાખ કરોડ આપવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here