કોરોના પ્રેરીત અફરા-તફરીમાં અટવાતી જનતાને માર્ગદર્શન આપવા જનપ્રતિનિધિઓ જાગે

રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર
રાત્રી કફર્યુ યથાવત રાખો: લગ્ન વગેરેમાં 150 લોકોની મર્યાદા નહીં ઘટાડતા: ચેમ્બર

લગા કે આગ શહેર કો, બાદશાહને યૈ કહા આજ દિલ મે તમાશે કા શૌક ખડા હુઆ હૈ

કોરોનાની મહામારીએ જન જીવનને ચારેય તરફથી ધેરી લીધુ છે

ટોચના આગેવાનો, સાંસદ, ધારાસભ્યો, કોર્પોરેટરોએ આરામની શૈયા છોડી લોકો વચ્ચે આવવું રહયું, લોકોને ગેર સમજણો અને ગેર માહિતીથી બચાવવા દરેક શહેરમાં વોર્ડ વાઇઝ સંર્પકો કરવા જરૂરી, સોશિયલ મીડિયા પર ફેલાતી ભ્રામક ખબરો અને બનાવટી ઇલાજના દાવાઓથી આગેવાનો લોકોને બચાવે, નિશ્ર્વાર્થ લોક સેવા કરવાનો આજે આવ્યો છે શ્રેષ્ઠ અવસર, તમામ લોકપ્રતિનિધિઓ શયન ખંડો છોડી બહાર આવે, લોકો ભારે ગભરાટને કારણે નિર્ણય લેવામાં અશ્ર્ચિત બની રહયા છે, એમને સચોટ, સાચા માર્ગદર્શનની જરૂર, લોક પ્રતિનિધિઓ સાથે લોકોને તાલમેલ હોય છે એટલે એમણે આ જવાબદારી તાકિદે ઉપાડી લેવી જરૂરી, પ્રજાના ટેકાથી આકાશની ઉંચાઇ પહોંચનારા પાસે આજે લોકો ટેકો અને સઘીયારો ઝંખી રહયા છે, આવા સમયે જન પ્રતિનિધિઓ અને નેતાઓ ફિલ્ડમાં નહીં આવે તો ફરી કયારે આવશે? લોકોમાં ઇન્તેજાર

Subscribe Saurashtra Kranti here

રાજકોટ અને સૌરાષ્ટ્રના મુખ્ય ગણાતા શહેરો તથા કચ્છમાં કોરોનાની મહામારીએ જન જીવનને ચારેય તરફથી ધેરી લીધુ છે અને એક અફરા તફરીનું વાતાવરણ અને જન જીવનમાં ગભરાટનું હવામાન ફેંલાય રહયું છે એવા કપરા અને પડકાર ભર્યા સમયમાં લોકોની વચ્ચે જવાનું અને એમના ગભરાટને અને ભયને દુર કરવાનું કામ આજની સૌથી મોટી જરૂરીયાત છે. સૌથી મોટી લોક સેવા અને કર્તવ્ય એ છે કે, આજે જયારે ચારે તરફ કોરોનાએ અંધાધુધી-અરાજકતાનો માહોલ પેદા કરી દીધો છે ત્યારે જનતાની વચ્ચે જઇને એમને સાચી હકીકતોથી વાકેફ કરવા અને અકારણ ડરીને આડા અવડા પગલા ન લેવા સમજાવવાનો સમય પાકી ગયો છે એ માટે લોક પ્રતિનિધિઓએ બને તેટલી જલ્દી મેદાનમાં આવવાનું જરૂરી બની ગયું છે.

જે પ્રજામાં અડીખમ અડગ અને મજબુત સમર્થનના સહારે જેમને સફળતાની સીડીઓ ચડવા મળી છે એ તામ નેતાઓ, સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો અને પંચાયત સભ્યોએ લોકોની વચ્ચે જવું જ પડશે અને એમની આરામ દાયક શૈયાઓ અને શયન ખંડોની બહાર આવવું જ પડશે. આ જ લોકો આશા ભરી મીટ માંડીને બેઠા છે, સહાય માટે, સધીયારા માટે અને પ્રેરણા માટે લોકો પોતાના પ્રતિનિધિઓ તરફ આશાભરી મીટ માંડીને બેઠા છે. એવા સમયે એક લોકસેવાનું અસાધારણ જન આંદોલન શરૂ થવું જોઇએ. એ કામ લોકોના પ્રતિનિધિઓ જ કરી શકે.

લોક વ્યાપી જે ગેરસમજણો પ્રસરી છે અને રસીકરણ તરફ પણ જે અવિશ્ર્વાસ ઉભો થયો છે તેને સોશિયલ મીડિયાના બનાવટી અહેવાલો વધુ ગંભીર રીતે અને વિકૃત રીતે રજૂ કરીને લોક માનસને ભ્રમીત કરી રહયા છે. આવા સંજોગોમાં અખબારો પોતાનું કર્તવ્ય નિભાવી રહયા છે. જે સ્થિતિ છે એ લોકો ડરે નહીં એ પ્રકારે લોકો સમક્ષ મુકવાની પોતાની પવિત્ર ફરજ મીડિયા બજાવી રહયું છે. પરંતુ સમસ્યા એટલી વ્યાપક અને ગંભીર છે કે, લોકોને ઘરે-ઘરે પહોંચીને સાચી પરિસ્થિતિનો સાક્ષાત્કાર કરાવો એ અત્યારે સૌથી પ્રાધાન્ય માનતું કામ છે.

જો વહેલા સર આવી ઝુંબેશ લોક પ્રતિનિધિઓ શરૂ કરે તો કોરોના સામેની લડાઇમાં સરકારના હાથ હેઠા પડશે નહીં. લોકો સામાન્ય રીતે પોતાના પ્રતિનિધિઓ સાથે વધુ તાલમેલ ધરાવતા હોય છે. સ્થાનિક પ્રતિનિધિઓ પોતપોતાના વિસ્તારમાં અંગત રીતે જાતે જાય, લોકોને કોરોનાની વાસ્તવીક સ્થિતિ તથા ટેસ્ટીંગ અને રસીકરણના મહત્વથી વાકેફ કરે તો વધુ અસરકારક બનશે.

સાથે સાથે લોકોને માસ્ક, સામાજીક અંતર જેવા પ્રસ્થાપીત કોરોના નીતિનિયમો છે તેનું પાલન કરવા માટે પણ સમજાવવા અંગત સંર્પકો કરવા જરૂરી બન્યા છે. સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટરોએ ચૂંટણી પ્રવાસની જેમ પોતપોતાના મત વિસ્તારોમાં અત્યારે કોરોના પ્રવાસ પોતાની ફરજ સમજીને તાકિદે આરંભી દેવો જોઇએ. જેથી કરીને લોકોને સાચુ માર્ગદર્શન મળે અને કારણ વિનાના અંધિ ગલીમાં અટવાય જાય નહીં. અત્યારે કમ નસીબે લોકપ્રતિનિધિઓ ખુદ કોરોનાની બીકમાં કાતો હોમકવોરન્ટાઇન થઇ ગયા છે. અથવા તો લોકો સાથે સીધો સંપર્ક ગુમાવી ચુકયા છે અથવા તો સંર્પક માટે બહુ ઇચ્છુક ગણાતા નથી.

આ ખુબ જ ખેદજનક પરિસ્થિતિ છે એવું કહીએ તો અતિ સયોકતી ગણાશે નહીં. લોકો જયારે કોરોનાના પ્રચંડ આક્રમ રૂપી મુસીબતના દરીયામાં અધ વચ્ચે અટવાઇ પડયા હોય ત્યારે આજે એમના તરફ સહાયનો હાથ નહીં લંબાવીએ તો કયારે લંબાવ શું? તાત્કાલીક તમામ લોક પ્રતિનિધિઓએ શહેરો અને ગામડાઓ ખુંદવાની જરૂર છે. નિસ્વાર્થ લોક સેવા કરવાનો આ સોનેરી અવસર ઇશ્ર્વર પુરો પાડી રહયો છે. જો આજે આ તક ઝડપી લેવામાં નહીં આવે તો આવનારી પેઢીઓ જન આગેવાનોને કદી માફ કરશે નહીં.

કોરોના એક એવી મહામારી છે જેનો ઉંડાઇથી તાગ મેળવવાના વિશ્ર્વ સ્થરના પ્રયાસો પણ નિસફળ ગયા છે. અલગ-અલગ રૂપ ધારણ કરી રહેલો વાઇરસ શરીરમાં અલગ-અલગ પ્રકારના લક્ષણોપેદા કરે છે એટલે ખુદ મહામારી વિશે નિષ્ણાંતો પણ ગુચવાડામાં પડી ગયા હોય ત્યારે આમ આદમીની હાલત કેવી હોય તેની કલ્પના કરી શકાય છે. ઉપરથી સોશિયલ મીડિયામાં બનાવટી ઇલાજ અને ગેરમાહિતીનો ધોધ વહેતો રહે છે. આજે એક એક વ્યકિતના હાથમાં સ્માર્ટ મોબાઇલ છે એટલે અર્થ વિહીન વાતો પણ પલક વારમાં રાજયના એક છેડા થી બીજા છેડા સુધી પહોંચી જાય છે અને લોકો ગેરમાર્ગે દોરવાઇ જતા હોય છે. સોશિયલ મીડિયાના આવા દુરઉપયોગથી સ્થિતિ વધુ ગંભીર બને છે અને ગેરમાન્યતાઓનું સામ રાજય છવાઇ જાય છે.

Read About Weather here

ખોટી માહિતીઓના આ દલદલમાંથી લોકોને બહાર કાઢવા હોય તો જેમની પાસે સત્તા છે, સંગઠન છે, સાધનો છે એ તામમ શાસકના હોય કે વિપક્ષના દરેક લોક પ્રતિનિધિઓની એ પવિત્ર ફરજ બને છે કે લોકો વચ્ચે જવું, સતત સંપર્ક કરવો અને કોરોનાને લગતી જેટલી સાચી માહિતી ઉપલબ્ધ હોય તેનાથી લોકોને વાકેફ કરવા અને ભ્રમીત થતા બચાવી લેવા. આ કર્તવ્ય નિભાવવા માટે એસી ચેમ્બરો અને આલીસાન બંગલાઓમાં બેઠા રહેવાથી ટેલીફોન પર કોઇ કામગીરી નહીં થાય.

નિવેદન બાજીઓથી કોઇ શકરવાર થશે નહીં, કોઇ ફાયદો થશે નહીં જેમ મત માંગવા ટાઢ, તડકા અને વરસાદમાં પણ લોક પ્રતિનિધિઓ શહેરો અને ગામડાઓ ખુંદવા નિકળી પડે છે એજ પ્રકારે કોરોના કાળમાં લોક સહાયતા અભિયાન હાથ ધરવા નિકળી પડવું પડશે. તો જ તેઓ લોક પ્રતિનિધિઓનું બિરૂધ મેળવવાને પાત્ર ગણાશે. સ્વાર્થના સગા તો સહુ હોય છે પણ સંકટમાં મદદે દોડી આવે એ જ સાચો નેતા અને એ જ સાચો મીત્ર ગણાય.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here