મુખ્યમંત્રી : ભાજપના ઇન્જેકશન વિતરણ સાથે સરકારને કોઇ લેવા દેવા નથી પાટીલ : ઇન્જેકશન માટે સરકારે મદદ કરી નથી, સેવાભાવીઓએ અમને આપ્યા

સરકાર
સરકાર

રેમડેસીવીર મુદે ભાજપ અને સરકાર વચ્ચે ખુલ્લો ગજગ્રાહ

ઇન્જેકશન વિતરણ સાથે સરકારને કોઇ લેવા દેવા નથી,

Subscribe Saurashtra Kranti here

એક તરફ લગભગ આખુ રાજય કોરોનાની મહામારી સામે ઝઝુમી રહયું છે એવા મુસીબતના સમયમાં રેમડેસીવીર ઇન્જેકશનના વિતરણના મામલે ભાજપની સત્તા અને સંગઠન પાંખો વચ્ચે આજે દેખીતો ખુલ્લો ગજગ્રાહ શરૂ થઇ ગયો હોવાનું સામે આવતા રાજકીય નિરિક્ષકો અને આમ આદમી સ્તબ્ધ બની ગયા છે. રેમડેસીવીરને અછતને નીવારવા માટે ગઇકાલે મુખ્યમંત્રીએ રાજકોટમાં પત્રકાર પરીષદમાં જાહેરાત કરી હતી કે, રાજયમાં નવો પુરવઠો કંપની પાસેથી આવી ગયો છે કોઇ અછત ઉભી થવાની નથી.

દરમ્યાન આજે સુરતમાં પક્ષ પ્રમુખ સી.આર.પાટીલના નેજા હેઠળ ઉધના ખાતે ભાજપ કાર્યાલયમાંથી લોકોને રેમડેસીવીરનું વિતરણ કરવામાં આવતા સર-કાર અને સંગઠન પાંખો વચ્ચે સંઘષ થયો છે અને વાદવીવાદ ઉભો થવા પામ્યો છે. ભાજપે સરકારની ગઇકાલે જાહેર થયેલી નીતિની વિરુધ જઇને ઇન્જેકશન વિતરણ કર્યુ એ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી પુછવામાં આવતા એમણે એવો કડવો ઉતર આપ્યો હતો કે, ભાજપની ઇન્જેકશનની કામગીરી સાથે સરકારને કોઇ લેવાદેવા નથી.

Read About Weather here

બીજી તરફ આજે બપોર બાદ પક્ષ પ્રમુખ પાટીલે આ અંગે ખુલાશો કર્યો હતો કે, સેવાભાવીઓએ ખરીદ કરીને અમને ઇન્જેકશન આપ્યા છે. સર-કારે અમને કોઇ મદદ કરી નથી. આ રીતે ઇન્જેકશનના મામલે પક્ષના બે મોટા નેતાઓ એક સત્તા પાંખના વડા અને બીજા સંગઠન પાંખના વડા વચ્ચે એકા એક અકલ્પનીય વિવાદ ઉભો થઇ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here