કોરોનાનો પતંગ વધુ ચગી જતા ઉત્તરાયણની ઉજવણીને ગ્રહણ

કોરોનાનો પતંગ વધુ ચગી જતા ઉત્તરાયણની ઉજવણીને ગ્રહણ
કોરોનાનો પતંગ વધુ ચગી જતા ઉત્તરાયણની ઉજવણીને ગ્રહણ

પતંગપ્રેમી શહેરો અમદાવાદ, રાજકોટ, વડોદરા વગેરે નગરોમાં વેપાર અને ઉત્સાહ બંને ઠંડા: અમદાવાદમાં તથા અન્યત્ર મકરસંક્રાંતિનાં દિને જાતજાતનાં નિયમો અને નિયંત્રણો જાહેર: ગયા વર્ષની સરખામણીમાં પતંગ, દોર વગેરેનાં વેચાણમાં ભારે ઘટાડાથી જંગી આર્થિક નુકશાન

બરાબર તહેવારોનાં સમયે કોરોના મહામારી અને સાથે-સાથે ઓમિક્રોનનો પતંગ ગુજરાતનાં આકાશમાં વધુને વધુ ઉંચો ચગી ગયો હોવાથી રાજ્યનાં સૌથી વધુ લોકપ્રિય પર્વ ઉતરાયણની ઉજવણીને ગ્રહણ લાગી ગયું છે. વેપાર-ધંધામાં ભારે ઘટાડો થયો હોવાથી વેપારીઓને અને ખાસ કરીને પતંગ અને ફીરકીનાં ઉત્પાદક કેન્દ્ર અમદાવાદમાં વેપારી વર્ગને 20 ટકાથી વધુ આર્થિક નુકશાન સહન કરવું પડ્યું છે. તેમ વેપારી જગતનાં સુત્રો જણાવે છે. ઉપરથી કોરોનાને કારણે મકરસંક્રાંતિનાં દિને જ પતંગ ચગાવવાને લગતા નવા નિયમો અને નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે. પરિણામે પતંગ રસિયાઓમાં ઘેરી નિરાશાનું વાતાવરણ સર્જાયું છે.

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદમાં તો પતંગ અને ફીરકીનો વ્યવસાય ગૃહ ઉદ્યોગ સમાન છે. જેનાથી હજારો પરિવારોને વર્ષભર રોજીરોટી મળતી રહે છે. પરંતુ કોરોનાએ પતંગ પર્વ આકાશમાં ઉડે એ પહેલા તેની દોરી કાપી નાખી છે. ધંધા અને ઉત્સાહ બંને પડી ભાંગ્યા છે.પતંગ બનાવનારા, માંજો પાનારા અને અન્ય રીતે પતંગ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકો સામે મંદીનો માહોલ ઉભો થયો છે. એ જ રીતે અમદાવાદમાં પરંપરા મુજબ એમના ધાબા અને અગાસી ભાડે આપનારા પણ માથે હાથ દઈને બેસી ગયા છે. કાનપુર વગેરે શહેરોમાંથી આવતા પરપ્રાંતિય માંજામેકર ધંધાની મંદીની અનુભૂતિ કરી રહ્યા છે. કેમકે દોરીને કાચનાં ટુકડાથી કે રસાયણોથી માંજો પાવા પર મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

યુ.પી. નાં કાનપુરથી રશ્મી દોરીવાલે પરિવારનાં 8 સભ્યો સ્તાહે દિવાળી બાદ અમદાવાદ આવી જાય છે અને ફીરકીઓ તૈયાર કરવાનું શરૂ કરી દે છે. એમને આશા છે કે આ વર્ષે પણ સારો ધંધો થશે. છેલ્લી ત્રણ પેઢીઓથી પતંગ બનાવતા પરિવારનાં મુન્ના પતંગવાલા અને બે દાયકાથી આ વ્યવસાયમાં સામીલ ઇમરાન છીપા દૈનિક 10 હજાર પતંગો બનાવે છે. એ માટે ડઝનબંધ કારીગર પણ કામે રાખવામાં આવે છે. તેઓ વિવિધ પ્રકારની પતંગો જેમકે ઝાલર, બામકી, મંજુલા અને પવલો વગેરે બનાવે છે. તસ્વીરો સાથેની પતંગો બનાવવા માટે તેઓ મશહુર છે. દર સીઝનમાં 25 થી 30 લાખ પતંગોનું વેચાણ કરે છે. 10 થી 20 ટકા માલ તો રાજસ્થાન, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને કર્ણાટકમાં વેચાઈ છે. પણ આ વખતે ઘેરી મંદીનો માર ઝીલવો પડે તેવી સ્થિતિ છે.

Read About Weather here

આવા જ વિખ્યાત માંજા ઉત્પાદક પરિવારનાં પ્રાચી કશ્યપે ભય વ્યક્ત કર્યો છે કે આ વખતે વેપારમાં 50 ટકા ઘટાડો થયો છે. કોરોના અને ચાઇનીઝ માલનાં આક્રમણને કારણે વેપારને ફટકો પડ્યો છે. અમદાવાદમાં મોટાભાગનાં પતંગ અને ફીરકી ઉત્પાદકોનાં કેન્દ્રો જમાલપુર, જુહાપુરા, રાયપુર, કાલુપુર, કુબેરનગર, સરસપુર, મિરઝાપુર, બેહરામપુરા અને અલ્લાહનગરમાં છે. ગુજરાત પતંગ ઉત્પાદક સંઘનાં ઉપપ્રમુખ નસરુદ્દીન શેખ જણાવે છે કે, કોરોનાને કારણે ઉતરાયણની ઉજવણીને ઝાંખપ લાગી ગઈ છે. નાઈટ કર્ફ્યું હોવાથી ખરીદીને પણ ફટકો પડ્યો છે. રાજકોટ, જૂનાગઢ, જામનગર જેવા શોખીન શહેરોમાં પણ હજુ સુધી પતંગ બજારમાં મંદીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઉપરથી પ્રતિબંધો હોવાથી વેપારીઓને આર્થિક ફટકો પડવાનો ડર છે. નાઈલોન, સિન્થેટિક, કાચનો ભુક્કો જેવા નોન બાયોડીગ્રેડેબલ કાચામાલથી પતંગની દોરી બનાવવાની મનાઈ કરવામાં આવી છે. આથી માંજા ઉત્પાદનને પણ ફટકો પડ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here