કોંગ્રેસ સરકારની ગુનાહિત બેદરકારીની ટીકા કરતા રાજુભાઈ ધ્રુવ

કોંગ્રેસ સરકારની ગુનાહિત બેદરકારીની ટીકા કરતા રાજુભાઈ ધ્રુવ
કોંગ્રેસ સરકારની ગુનાહિત બેદરકારીની ટીકા કરતા રાજુભાઈ ધ્રુવ

વડાપ્રધાનની સુરક્ષામાં પંજાબ સરકારની લાપરવાહી શરમજનક

સમગ્ર દેશને ચિંતામાં નાખવાનું કૃત્ય અત્યંત લાંછનરૂપ હોવાનો ભાજપ પ્રવકતાનો આક્રોશ

દેશના વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષામાં થયેલી ચૂક અને પંજાબની કોંગ્રેસ સરકારે દાખવેલી ગુન્હાહિત બેદરકારીની આકરા શબ્દોમાં ટીકા કરતા સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે એક નિવેદનમાં જણાવ્યું છે કે, વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી હોવા છતાં આ રીતે લાપરવાહી દાખવવી અને સમગ્ર દેશને ચિંતામાં નાખવાનું કોંગ્રેસ સરકારનું કૃત્ય અત્યંત શરમજનક છે અને આ માટે માફી માંગવી જોઈએ.

વધુમાં કહ્યું છે કે, જયારે દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વની વાત આવે ત્યારે પક્ષાપક્ષી છોડીને કોંગ્રેસે એકતા દર્શાવવી જોઈએ,આવું કરવાને બદલે કોંગ્રેસ પક્ષની નેતાગીરીએ ભેદી મૌન સેવ્યું છે. વડાપ્રધાનનો કાફલો અટકાવનાર ખેડૂતો હતા તેવું કોંગ્રેસે કહ્યું છે પણ કોંગ્રેસના હિતમાં વડાપ્રધાને કૃષિ કાયદા તો પાછા ખેંચી લીધા છે એટલે ખેડૂતોના આંદોલનનો કોઈ પ્રશ્ર્ન જ નથી ત્યારે રસ્તો રોકનારા કોણ હતા તે જાહેર થવું જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

પંજાબ સરકારના અધિકારીઓ અને મુખ્યમંત્રીને વડાપ્રધાનના બદલાયેલા રૂટની માહિતી હતી. આ માહિતી આંદોલનકારીઓ સુધી કેવી રીતે પહોંચી અને વડાપ્રધાનના રૂટને ઘેરી લેવામાં આવ્યો. અનેક મહત્વપૂર્ણ પુરાવાઓથી સાબિત થાય છે કે આ કોંગ્રેસ સરકારની ઇરાદાપૂર્વકની ઘોર લાપરવાહી હતી .

દેશના વડાપ્રધાન જે તે રાજ્યના પ્રવાસે જાય ત્યારે સુરક્ષાની જવાબદારી રાજ્યની રહે છે તેવા સંજોગોમાં અહીં તો રાજ્યની કોંગ્રેસ સરકાર જ વડાપ્રધાનની સુરક્ષામાં ક્ષતિઓ રહે તેવા ષડયંત્રમાં સામેલ થાય તે બહુ ગંભીર બાબત છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, પંજાબની કોંગ્રેસ સરકારે આગામી વિધાનસભા ચૂંટણીમાં લોકોના હાથે કારમી હારના ડરથી પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યક્રમને નિષ્ફળ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસો કર્યા. વડાપ્રધાનની સુરક્ષા સાથે ગંભીર ચેડાં કરવામાં આવ્યા. પંજાબની ધરતી પર વડાપ્રધાનની સુરક્ષા બાબતે ઇરાદાપૂર્વકની ગંભીર બેદરકારી આવા જ કોઇ ખતરનાક સંકેતો તરફ ઇશારા કરે છે.

Read About Weather here

પંજાબની પવિત્ર ધરતી પર કોંગ્રેસના લોહિયાળ ઈરાદાઓ નિષ્ફળ ગયા છે. પંજાબની કોંગ્રેસ સરકારે વડાપ્રધાનની સુરક્ષા બાબતે દાખવેલી ગંભીર બેદરકારી બદલ દેશની માંફી માંગવી જોઇએ તેમજ પંજાબના મુખ્યમંત્રીએ દાખવેલી ગંભીર ગુનાહિત બેદરકારી બદલ રાજીનામું આપવું જોઇએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here