કુવાડવા પોલીસ સ્ટેશનની સામે જ ધમધમતુ કુટણખાનું ઝડપાયું

એક વર્ષ પહેલા વૈશ્યાવૃતિનાં ધંધામાં પકડાયેલી ફઈ અને આ ધંધામાં પાસાની હવા ખાઈ ચૂકેલો ભત્રીજો કુટણખાનું ચલાવતા હતા: શખ્સની ધરપકડ

રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર આવેલા કુવાડવા રોડ પોલીસ સ્ટેશન સામે નવાગામ (આણંદપર) માં દેવનગરનાં ઢોરામાં ધમધમતા કુટણખાના પર ક્રાઈમ બ્રાંચની ટીમે રેડ પાડી અને એક શખ્સને દબોચી લઇ વૈશ્યાવૃતિનાં ધંધામાંથી બે મહિલાને પોલીસે છોડાવી હતી. જયારે કુટણખાનાની સંચાલિક અને અગાઉ એક વર્ષ પહેલા આજ સ્થળે વૈશ્યાવૃતિનો ધંધો કરતા પકડાયેલી મહિલા નાસી જતા પોલીસે તેની શોધખોળ આદરી છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ કુવાડવા રોડ પર આવેલા નવાગામ (આણંદપર) દેવનગરનાં ઢોરા પાસે અને કુવાડવા રોડ પોલીસ સ્ટેશનની સામે જ છેલ્લા કેટલાક સમયથી દેહવ્યાપારનો ધંધો ચાલતો હોવાની બાતમી મળતા ક્રાઈમ બ્રાંચનાં પી.આઈ વી.કે.ગઢવી ની સુચનાથી પી.એસ.આઈ યુ.બી.જોગરાણા સહિતનાં સ્ટાફે દરોડો પડતા દેવનગરનાં ઢોરા પર રામાપીરનાં મંદિર પાસે રહેતો રવિ રમેશ ભાખોડીયા (ઉ.વ.૨૨) તથા નયના રાજેશ હુમાદીયા નામના ફઈ-ભત્રીજો બહારથી પરપ્રાંતિત સ્ત્રીઓને બોલાવી તેની પાસે વૈશ્યાવૃતિનાં ધંધો કરાવી ગ્રાહકો પાસેથી રૂ.૨૦૦૦ લઇ સ્ત્રીઓને રૂ.૧૦૦૦ આપી કમાણી કરતા હોવાથી પોલીસે રવિ રમેશ ભખોડીયાની ધરપકડ હતી. જયારે પોલીસને જોઈ તેની ફઇ નયના રાજેશ હુમાદીયા નાસી જતા પોલીસે તેની શોધખોળ આદરી છે.

Read About Weather here

પોલીસે વૈશ્યાવૃતિનાં ધંધામાંથી બે યુવતિઓને છોડાવી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે નયના તેની ઓરડીમાં બંને યુવતિઓને રાખીને તેનો ભત્રીજો રવિ બહારથી ગ્રાહકોને મોબાઈલ ફોન પર ફોટો મોકલી દેહવ્યાપારનો ભાવ નક્કી કરી નયનાનાં ઘરે મોકલતો હતો અને નયના આવા રંગીન મીજાજી ગ્રાહકોની પાસેથી રૂ.૨૦૦૦ લઇ યુવતિ સાથે શારીરિક સંબંધ બંધાવી કમાણી કરતી હતી. વધુમાં જાણવા મળ્યું હતું કે અગાઉ નયના વૈશ્યાવૃતિનો ધંધો કરતા પકડાઈ ચૂકી છે. જયારે તેનો ભત્રીજો રવિ અગાઉ મોરબી રોડ પર વૈશ્યાવૃતિનો ધંધો કરતા પકડાઈ ગયો હોય. એકવાર પાસામાં જેલની હવા ખાઈ ચુક્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here