કુંભ મેળામાંથી રાજકોટ પરત થયેલા 147 માંથી 14 મુસાફરો કોરોના સંક્રમીત

રાજકોટ
રાજકોટ

9 રાજકોટના અને 4 અન્ય શહેરના : તમામને હોમ કવોરેન્ટાઇન કરાયા, રેલવે સ્ટેશન પર મનપા દ્વારા કુંભના ઉતારૂઓનું સઘન ચેકીંગ

રાજકોટમાં કોરોનાના બપોરે 12 વાગ્યા સુધીમાં 294 નવા પોઝિટિવ કેસો

Subscribe Saurashtra Kranti here

હરિદ્વાર કુંભમેળામાંથી આવતા મુસાફરોના સ્વાસ્થ્યની કાળજી લેતા મહાનગરપાલિકા દ્વારા જંકશન ખાતે ઉતારતા મુસાફરોનું એન્ટીજન ટેસ્ટીંગ અને હેલ્થ ચેકઅપ આયોજન કરવામાં આવ્યું હતું. મુસાફરોના સ્ક્રીનિંગ અને એન્ટીજન ટેસ્ટ રાજકોટ મહાનગરપાલિકા તરફથી કરી આપવામાં આવ્યા હતા. જે અંતર્ગત આજે સવારે 8:15 કલાકે દહેરાદુન – ઓખા (ઉતરાંચલ એક્ષપ્રેસ) ટ્રેન જંકશન ખાતે આગમન થયું હતું અને જેમાંથી 147 મુસાફરો જંકશન ખાતે ઉતર્યા હતા અને મનપાની આરોગ્ય શાખાની પાંચ ટીમ દ્વારા તમામ મુસાફરોનું એન્ટીજન ટેસ્ટીંગ અને હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ જેમાંથી 13 મુસાફરોને કોરોના પોઝિટિવ નોંધાયો હતો જે પૈકી 9 મુસાફરો શહેરના અને 4 મુસાફરો અન્ય શહેરના છે અને તેમને હોમ આઇસોલેશન સારવાર હેઠળ રાખવામાં આવેલ છે.

Read About Weather here

જંકશન ખાતે આવેલ ટ્રેનમાંથી ઉતારતા મુસાફરોનું ટેસ્ટીંગ અને હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું, જે મુસાફરો કોરોના પોઝિટિવ આવેલ છે તેમણે હોમ આઇસોલેશન સારવાર હેઠળ રાખવામાં આવેલ છે અને મનપા દ્વારા તેમને સારવાર હેઠળ રાખવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here