ગુજરાતની વ્હારે ખાતર કંપની ઇફકો, મેડિકલ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપશે

ગુજરાત
ગુજરાત

રાજયના દવાખાનાઓને ઓક્સિજનનો પુરવઠો મફત અપાશે, ગુજરાતમાં એક અને દેશમાં આવા ત્રણ પ્લાન્ટ ઉભા કરવાની તૈયારીઓ

કોરોના કાળમાં દર્દીઓ માટે ઓક્સિજનની કારમી તંગીને ધ્યાનમાં લઇ નિર્ણય

ગુજરાતમાં ભયાનક હદે ફેલાતા જતા કોરોનાના કેસો અને દર્દીઓ માટે અત્યંત જરૂરી મેડિકલ ઓક્સિજનની ગંભીર અછતને ધ્યાનમાં રાખી દેશની સૌથી મોટી સહકારી ખાતર કંપની ઇફકોએ ગુજરાત અને દેશની વહારે આવવાનું નક્કી કર્યુ છે. ગુજરાતમાં કલોલ ખાતે ઇફકો દ્વારા મેડિકલ ઓક્સિજનનો પ્લાન્ટ નાખવામાં આવી રહયો છે. ઉપરાંત દેશમાં અન્ય ત્રણ આવા પ્લાન્ટ ઉભા કરવામાં આવશે. જેનાથી કોરોના મહામારીના સમયમાં ઓક્સિજનની અછત હળવી કરવામાં મદદ મળશે એવી ઇફકોને આશા છે.

Subscribe Saurashtra Kranti here

કલોલના પ્લાન્ટમાં દૈનિક 700 વિશાળ કાય ડી-ટાઇપ સિલિન્ડરનું ઉત્પાદન કરવામાં આવશે. ઉપરાંત તમામ હોસ્5િટલને ઓક્સિજન પુરવઠો મફત આપવામાં આવશે. તેમ ઇફકોના ગુજરાત ખાતેના મેનેજીગ ડિરેકટર અને સીઇઓ યુ.એક. અવસ્થીએ જણાવ્યું હતું. તેમણે કહયું હતું કે, દેશને જે વસ્તુની અત્યારે જરૂરી છે તેનું મોટા પાયે ઉત્પાદ કરવામાં આવી રહયું છે.

કલોલના પ્લાન્ટમાં દર કલાકે 200 કયુડીક મીટર ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવશે. હોસ્પિટલોને મફત અપાશે. 46.7 લીટરના સિલિન્ડર હોસ્પિટલોને નિશુલ્ક આપવામાં આવશે એવું તેમણે જણાવ્યું હતું. કલોલના પ્લાન્ટમાં મેડિકલ ઓક્સિજનનું જ ઉત્પાદન કરવામાં આવશે અને માંગ મુજબ હોસ્પિટલને આપવામાં આવશે. અવસ્થીએ કહયું હતું કે, ઇફકો તેના સિલિન્ડર એક વાર ભરીને મફત આપશે ફરી ભરાવવા માટે હોસ્પિટલોએ એમના ખાલી સિલિન્ડર લાવવાના રહેશે.

Read About Weather here

ઇફકો પાસેથી મેળવવામાં આવતા સિલિન્ડરની સંધરાખોરી ન થાય એ માટે ડીપોઝીટ લેવામાં આવશે. દેશમાં કોરોનાના વધતા કેસો સાથે મેડિકલ ઓક્સિજનની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે. જેના કારણે દેશના અનેક રાજયોમાં અછત ઉભી થવા પામી છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ ભયંકર અછત ઉભી થઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here