‘કરૂણા અભિયાન-2023’નાં 9 વિશેષ કંટ્રોલરૂમ શરૂ કરાશે

‘કરૂણા અભિયાન-2023’નાં 9 વિશેષ કંટ્રોલરૂમ શરૂ કરાશે
‘કરૂણા અભિયાન-2023’નાં 9 વિશેષ કંટ્રોલરૂમ શરૂ કરાશે
રાજયભરમાં ઉતરાયણનો તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે. પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબદ્ધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઇજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા જીવદયા પ્રેમી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી કરૂણા અભિયાન શરૂ કરાશે.

Visit Saurashtra Kranti Homepage here

તા. 10 મીથી તા. 20/01/2023 દરમિયાન આ અભિયાન હેઠળ રાજયભરનાં તમામ જિલ્લા કલેકટરની તેમજ મ્યુનિસિપલ કમિશનરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એનિમલ વેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, વિવિધ ગૌશાળાઓ પાંજરાપોળો, વિદ્યુત બોર્ડ અને રાજયભરમાં પથરાયેલ વિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઓ વચ્ચે સંકલન સાધી સઘનપણે પક્ષીઓને બચાવવાની કામગીરી સુઆયોજીત ઢબે હાથ ધરાશે. આ અભિયાનમાં જીવદયાપ્રેમીઓ અને જીવદયાક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ સાથે સંકલન કરવું અને તેમને જીલ્લા તંત્ર સાથે આ અભિયાનમાં મોટા પાયે સાંકળવું એ અતિ મહત્વનો અભિગમ રહેશે.

આ અન્વયે દરેક જિલ્લા મુખ્ય મથકોએ હેલ્પલાઈન, વિવિધ સ્થળોએ ઓપરેશન થિયેટર તેમજ પક્ષીઓનાં સારવાર કેન્દ્રો ઉભા કરી, ઇજા થયેલ પક્ષીઓને સારવાર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં વનવિભાગ, પશુપાલન વિભાગ, પોલીસ તંત્ર, વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી તંત્રો, વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ તેમજ પશુચિકિત્સક અધિકારીઓ, મહાનગરપાલિકા, માહિતી ખાતુ, ખાનગી વેટરનરી ડોકટરો સહિતનાઓને પણ સામેલ કરવામાં આવેલ છે. મકર સંક્રાંતિએ પતંગનાં દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન-2023 અંતર્ગત કંટ્રોલરૂમનો રાજકોટનાં જીવદયા પ્રેમી કલેકટર અરૂણ મહેશ બાબુનાં માર્ગદર્શનમાં થશે.

જેમાં ભારત સરકારનાં પશુપાલન અને ડેરી મંત્રાલય, નેશનલ એડવાઈઝરી કમિટીના મિતલ ખેતાણી, એનિમલ હેલ્પલાઈનનાં પ્રતિક સંઘાણી, રમેશભાઈ ઠકકર, ધીરૂભાઈ કાનાબાર, ઘનશ્યામભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, રજનીભાઈ પટેલ, વિષ્ણુભાઈ ભરાડ, ગૌરાંગભાઈ ઠકકર, પારસભાઈ મહેતા, ડો. માધવ દવે, ચંદેશભાઈ પટેલ, રાહુલ ખીવસરા, ડો. શૈલેષ જાની, કેતન બોરીસાગર તથા સાથી ટીમ પણ ખાસ ઉપસ્થિત રહી સહકાર આપશે. કરૂણા અભિયાનમાં જૂનાગઢ વેટરનરી કોલેજ તથા આણંદ વેટરનરી કોલેજના નિષ્ણાંત તબીબો, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ-એનિમલ હેલ્પલાઈન રાજકોટનાં ડો.નિકુંજ પીપળીયા, ડો. દીપ સોજીત્રા, ડો. 2વી માલવીયા તથા સાથી ટીમનાં 40 તબીબો પોતાની સેવા આપશે.

Visit Saurashtra Kranti Homepage here

મકર સંક્રાંતીએ પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે તા.13, તા.14 તથા 15 જાન્યુઆરી મકર સંક્રાંતીનાં રોજ રાજકોટના (1) ત્રિકોણબાગ, રાજકોટ (મો.98980 19059 / 98984 99954), (2) પેડક રોડ, રાજકોટ (મો.98980 19059 98984 99954) (3) આત્મીય કોલેજ પાસે, કાલાવડ રોડ, રાજકોટ (મો.98980 19059 98984 99954), (4) કિશાનપરા ચોક, રાજકોટ (મો.98980 19059/98984 99954), (5) માધાપર ચોકડી પાસે, રાજકોટ (મો.98980 19059 98984 99954) તથા (6) સંસ્થાની કાયમી, નિ:શૂલ્ક એનીમલ હેલ્પલાઇન વેટરનરી હોસ્પિટલ (જુની શ્રીજી ગૌશાળા, તુલીપ પાર્ટી પ્લોટ પાછળ, હોટલ ક્રિષ્નાપાર્ક વાળો સર્વિસ રોડ, ગોંડલ રોડ, વાવડી, રાજકોટ (મો.9898019059 / 9898499954), (7) રાજકોટ મહાજનની પાંજરાપોળ નદીનાં કાંઠે, ભાવનગર રોડ, રાજકોટ (ફોન નં.0281-2457019), (8)પંચનાથ એનીમલ હોસ્પીટલ, પંચનાથ મંદિર, રાજકોટ (મો.94285 17600), (9) શેણી મેમોરીયલ ટ્રસ્ટ (એનીમલ હેલ્પલાઈન શેલ્ટર), શ્રેયાંસ સ્કૂલ પાસે, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, શેઠનગર પછી તરત, પ્રિન્સેસ સ્કૂલનાં ગ્રાઉન્ડ પાછળ, જામનગર રોડ, રાજકોટ (મો.9898019059/9898499954), રાજકોટ ખાતે એમ કુલ 9 વિશેષ કંટ્રોલરૂમ સવારે 9 થી રાત્રીના 7 સુધી શરૂ કરાશે. કરૂણા અભિયાન-2023 અંગેની વિશેષ માહિતી માટે મિતલ ખેતાણી (મો: 98242 21999), પ્રતિક સંઘાણી (મો. 99980 30393) તથા એનીમલ હેલ્પલાઇન (મો:98980 19059, 98984 99954)નો સંપર્ક કરવો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here