ઓરિસ્સા કાંઠે 24 કલાકમાં ટકરાશે ‘અસાની’ વાવાઝોડું

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

એનડીઆરએફની ટુકડીઓ રાહત અને બચાવ માટે સજ્જ: બિહારમાં પણ 10 જિલ્લામાં વર્ષાતાંડવની એલર્ટ અપાયું

દક્ષિણ અંદામાન મહાસાગર અને આસપાસમાં સર્જાયેલું અસાની ચક્રવાતી વાવાઝોડું આગામી 24 કલાકમાં ઓરિસ્સાનાં દરિયાકાંઠે ત્રાટકે તેવી હવામાન વિભાગે આગાહી આપી છે. વાવાઝોડાનો સામનો કરવા માટે સજ્જ બનેલી ઓરિસ્સા સરકારે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની 17 ટીમ, ઓરિસ્સા રેપીડ એક્શન ફોર્સની 20 તથા ફાયર સર્વિસની 175 ટીમો તૈનાત કરી દીધી છે. વાવાઝોડું આંધ્રનાં કિનારે પણ પહોંચે તેવી શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

વાવાઝોડાની અસરથી ઓરિસ્સા, બિહાર અને પૂર્વ દરિયાકાંઠાનાં વિસ્તારમાં ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. દક્ષિણ આંદામાન સમુદ્ર અને બંગાળની ખાડીનું લોપ્રેશર ઉતર-પશ્ર્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. જેનાથી ચક્રવતી તોફાન ત્રાટકવાની સંભાવના ઉભી થઇ છે. અસાની વાવાઝોડું 10મી મે સુધીમાં દરિયાકાંઠે પહોંચે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. ચક્રવાત જેમ-જેમ નજીક આવશે તેમ હવાની ઝડપ વધીને પ્રતિકલાક 40 થી 50 કિ.મી. રહી શકે છે. તોફાન કાંઠે ત્રાટકે ત્યારે પવનની ગતિ પ્રતિકલાક 75 કિ.મી. રહેવાની સંભાવના છે. માછીમારોને 8મી મે સુધીમાં દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે. ચક્રવાતની સ્થિતિ અને દિશા મુજબ હવે પછી ફરી ચેતવણી જાહેર કરવામાં આવશે.

Read About Weather here

ઓરિસ્સામાં ફાયરબ્રિગેડનાં તમામ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. ચક્રવાતની અસરથી બિહારમાં પણ વાતાવરણ પલટાયું છે. રાજ્યનાં ચંપારણ, શીવાન, ગોપાલગંજ, પુર્ણીયા સહિતનાં 10 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પવન પણ વેગીલો બનવાની ચેતવણી આપી છે. વૈશાલી, મઝફ્ફરપુર, મધુબની સહિતનાં 18 જિલ્લાઓમાં વાદળો ઘેરાઈ ગયા છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here