ઓક્સિજન કંટ્રોલ રૂમ બનાવો, બફર સ્ટોક કરો: કેન્દ્રનો આદેશ

ઓક્સિજન કંટ્રોલ રૂમ બનાવો, બફર સ્ટોક કરો: કેન્દ્રનો આદેશ
ઓક્સિજન કંટ્રોલ રૂમ બનાવો, બફર સ્ટોક કરો: કેન્દ્રનો આદેશ

કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખી પૂર્વ તૈયારીઓ કરવા રાજયોની તાકિદ

કોરોનાના કેસો બેકાબુ બની રહયા હોવાથી હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો ધસારો થવા લાગે તો સારવારમાં મુશ્કેલી ન પડે એ માટે પૂર્વ તૈયારીઓ કરવા કેન્દ્ર સરકારે તમામ રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોના પ્રસાશનને આદેશ આપ્યો છે. તમામ રાજયોને ઓક્સિજનના કંટ્રોલ રૂમ ઉભા કરવા અને ઓક્સિજનનો બફર સ્ટોક તૈયાર રાખવા માટે કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે. કમસે કમ 48 કલાક ચાલે એટલો ઓક્સિજનનો બફર સ્ટોક રાખવો પડશે.

Visit Saurashtra Kranti Homepage here

કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભુષણે રાજયો અને યુટી તંત્રને પત્ર પાઠવ્યો છે અને જણાવ્યું છે કે, અત્યારે દેશમાં સરેરાશ દોઢ લાખ દૈનિક નવા કેસ આવી રહયા છે એ જોતા હોસ્પિટલમાં દાખલ થતા કોરોના દર્દીઓની સંખ્યા પણ વધી શકે છે. આથી મેડિકલ ઓક્સિજનનો પુરતો પુરવઠો રાખવો જરૂરી છે.

એ માટે મેડિકલ ઓક્સિજનનો 48 કલાકનો બફર સ્ટોક, લીકવીડ મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધી, ઓક્સિજન ઉત્પાદન પ્લાન્ટની સક્રિયતા, ઓક્સિજન ભરવા માટેના પુરતા સિલિન્ડર અને પુરતા પ્રમાણમાં કોન્સનટ્રેટર પર કેન્દ્ર સરકારે ભાર મુકયો છે. કેન્દ્ર સરકારે રસીકરણની જરૂરીયાત ઉપર પણ ભાર મુકયો છે.

Read About Weather here

નિતી આયોગના સભ્યો અને આરોગ્ય વિભાગ સંભાળતા વી.કે.પૌલે જણાવ્યું હતું કે, અમે 13.7 કરોડ સિનિયર સીટીજનને રસીકરણનું લક્ષ્યાંક નક્કી કર્યુ છે. 12.5 કરોડને તો વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવાયો છે. હજુ 1 કરોડને સીંગલ ડોઝ આપવાનો રહે છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here