ઉપલેટામાં દેવાયત બોદરની પ્રતિમાનો સ્થાપના દિન ઉજવાયો

ઉપલેટામાં દેવાયત બોદરની પ્રતિમાનો સ્થાપના દિન ઉજવાયો
ઉપલેટામાં દેવાયત બોદરની પ્રતિમાનો સ્થાપના દિન ઉજવાયો

આહીર અને ક્ષત્રિય સમાજની વિશાળ હાજરીમાં ભાવાંજલિ અર્પણ

ઉપલેટા શહેરના નાગનાથ ચોકમાં આવેલ આહીર વીર દેવાયતબાપુ બોદરની પ્રતિમાની સ્થાપના દિવસની નાગનાથ ચોક યુવક મંડળ દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સાંજના 5 વાગ્યે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન ક2વામાં આવેલ હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે કેશોદના વનરાજસિંહ રાયજાદાએ ખાસ હાજર રહી અને દેવાયત બાપુના બલીદાન અંગે વક્તવ્ય આપેલ હતું.

Read Saurashtra Kranti E-Paper here

આ કાર્યક્રમની શરૂઆતમાં શહેર અને તાલુકામાંથી ઉપસ્થિત આહીર અને ક્ષત્રિય સમાજના આગેવાનોનું આયોજકો દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ હતું. આ તકે લોક સાહિત્યકાર માલદેભાઇ આહીર, ઉપલેટા નગરપાલિકાના યુવા પ્રમુખ મયુર સુવા, પૂર્વ નગરપતી દાનભાઇ ચંદ્રવાડીયા, ડો.પ્રો.પ્રવીણભાઈ ભેડા, ભાયાવદરના ઇન્દ્રવિજયસિંહ ચુડાસમા સહીતના આગેવાનોએ પ્રાસંગીક પ્રવચનો કરેલ હતા. આ કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકાના સદસ્યો, ગામડાના સરપંચો, શહેર અને તાલુકાના આહીર અને ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો વિગેરે મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Read About Weather here

અંતમાં આગેવાનોના હસ્તે દેવાયતબાપુની પ્રતિમાને હારતોરા કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાગનાથ ચોક યુવક મંડળના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવેલ હતી અને આ કાર્યક્રમનું સફળ સંચાલન દિવ્યેશ ચંદ્રવાડીયા કરેલ હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here