ઉતારો આરતી ભાજપના ‘સંજય’ ઘેર પધાર્યા

ભાજપના ‘સંજય’
ભાજપના ‘સંજય’

સિવિલમાં પડયા પાથર્યા રહેતા લોકોને હાંકી કાઢવા રોગી કલ્યાણ સમિતિના સભ્ય જયંત ઠાકરે અગાઉ રજૂઆત કરી હતી

નેતાઓનો લાડકો, ચૌકકસ લોકોના દિલમાં વસનારો, સિવિલ હોસ્પિટલમાં પડયા પાથર્યો રહેતો સંજય ગૌસ્વામી સામે પોલીસ શું પગલા લેશે તેની શહેરીજનોમાં ચર્ચા

ભાજપના આગેવાન સંજય ગૌસ્વામી તથા વચેટીયા શખ્સ દ્વારા ઇન્જેક્શન આપવા બાબતે થયેલી રૂ.80 હજારની ઠગાઈની પોલીસ તપાસ કરી રહી છે,

રાજકોટ સિવિલના પ્રાંગણમાં પડ્યા પાથર્યા રહેતા કેટલાક રાજકીય આગેવાનો પોતાના રોટલા શેકતા હોવાના કૌભાંડો ભૂતકાળમાં પણ સિવિલમાં બનવા પામ્યા છે. ત્યારે ભાજપના આગેવાન સંજય ગોસ્વામીના ઈશારે દર્દીના સગાને ઇન્જેક્શન આપવાના બહાને રૂ.80 હજારની ઠગાઈ કર્યાની ફરિયાદ પ્ર.નગર પોલીસમાં નોંધાયા બાદ પી.આઈ એલ.એલ.ચાવડા સહિતના સ્ટાફે આ પ્રકરણમાં અગાઉ એક શખ્સની ધરપકડ કરી ભાજપના સંજય ગોસ્વામીની શોધખોળ આદરી હતી. તે દરમ્યાન સંજય ગોસ્વામી આગોતરા જામીન મેળવી પોલીસ સ્ટેશનમાં હાજર થતા પોલીસે તેની વિધિવત ધરપકડ કરી નોટીસ પાઠવી છે.

રાજકોટ સિવિલ હોસ્પીટલમાં દાખલ કોરોના દર્દીને ઇન્જેક્શન આપવાનું હોવાનું કહીં વચેટીયા શખ્સ મારફતે દર્દીના સગા પાસેથી રૂ.80 હજારની ઠગાઈ કર્યાની ફરિયાદ પ્ર.નગરમાં નોંધાઈ હતી.

Subscribe Saurashtra Kranti here

બનાવ બાદ પોલીસે આ પ્રકરણમાં એક શખ્સની ધરપકડ કરી પૂછપરછ કરતા સામાકાંઠે ભગવતી પરામાં રહેતો અને સિવિલ હોસ્પિટલમાં પડ્યા પાથર્યા રહેતા ભાજપના આગેવાન સંજય ગોસ્વામીએ ફોન પર પોતે ડોકટર હોવાનું કહીં દર્દીના સગા સાથે વાત કરી ઇન્જેક્શન દર્દીને આપવાનું કહીં આ ઇન્જેક્શન બજારમાંથી લેવું પડશે તેમ કહીં દર્દીના સગા પાસેથી વચ્ચેટીયા માણસ મારફતે રૂ.80 હજાર લઇ ઠગાઈ કરી હોવાની કબુલાત આપતા પી.આઈ એલ.એલ.ચાવડા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી ભાજપના સંજય ગોસ્વામીની શોધખોળ આદરી હતી. તે દરમ્યાન ગઈકાલે ભાજપનો સંજય ગોસ્વામી કોર્ટમાંથી આગોતરા જામીન લઇ પોલીસ સ્ટેશનમાં હાજર થતા પોલીસે તેની વિધિવત ધરપકડ કરી નોટીસ આપી કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અગાઉ પણ ભૂતકાળમાં કૌભાંડ બહાર આવ્યા છે. ભાજપના આગેવાન સંજય ગૌસ્વામી તથા વચેટીયા શખ્સ દ્વારા ઇન્જેક્શન આપવા બાબતે થયેલી રૂ.80 હજારની ઠગાઈની પોલીસ તપાસ કરી રહી છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીને બારોબાર બેડ આપવામાં બદલ રૂ.9 હજારની રકમ લેનાર બે શખ્સોને પોલીસે અગાઉ પકડી પાડ્યા છે. તેમ છતાં પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાળા કરતૂતો કરતા શખ્સો જાણે અટકવાનું નામ જ લેતા ન હોય તેમ ગઈ કાલે કોરોનાની સારવાર લઇ રહેલા પ્રોઢા પર દુષ્કર્મ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવતા જ ચકચાર મચી જવા પામે છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાનગી એજન્સીના માણસોની હિલચાલ પર પોલીસે બાજ નજર રાખવાની તાતી જરૂર ઉદભવી છે.

Read About Weather here

ભવિષ્યમાં કોઈ મોટો બનાવ કે ઘટના ન સર્જાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા અને સિવિલના તંત્ર વાહકો દ્વારા જરૂર પડ્યે તમામ જગ્યાએ સીસીટીવી કેમેરા ગોઠવી આવા લોકો પર બાજ નજર રાખવી જોઈએ અને પોલીસ તંત્ર દ્વારા પણ સિવિલમાં પુરતો બંદોબસ્ત ગોઠવવો જોઈએ.

સિવિલ હોસ્પિટલના પટાગણમાં પડ્યા પાથર્યા રહેતા કેટલાક લોકો રાજકીય ઓથા હેઠળ કાળો કારોબાર ચલાવતા હોવાની બૂ ઉઠવા પામી છે. રાજકીય વગ ધરાવતા કેટલાક લોકો સિવિલ હોસ્પિટલના ડોકટરો, કર્મચારીઓને ધમકાવી કે એનકેન પ્રકારે પોતાનું મન માનતું કામ કઢાવી લેતા હોવાની આક્ષેપ થઇ રહ્યો છે. ભૂતકાળમાં કેદીઓને પેરોલની રજા માટે તથા નોકરીયાત લોકોને રજા મંજુર કરાવવા સરકારી તબીબના સર્ટીફીકેટની જરૂરિયાત હોય ત્યારે આવા જરૂરીયાતમંદ લોકોનો ટાઉટ મારફતે સંપર્ક કરી તેવો પાસેથી મોટી રકમ વસુલ કરી તબીબના બોગસ સર્ટીફીકેટ ધાબડી દેતા હોવાનું કૌભાંડ અગાઉ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્રકાશમાં આવ્યું હતું અને રાજકીય વર્ગના આધારે આર્થિક લાભ મેળવી પોતાના રોટલા શેકતા કેટલાક શખ્સો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

ભૂતકાળમાં થયેલા કૌભાંડની પોલીસ દ્વારા ટતસ્થ તપાસ કરવામાં આવી હોત તો હાલના સિવિલના કંપાઉન્ડમાં પડ્યા પાથારીયા રહેતા કેટલાક શખ્સોના તપેલા ચળી જાય તેવી સ્થિતિ નિર્માણ પામી હોત.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here