બજારમાં ભારે કડાકો, સેન્સેક્સ તૂટ્યો !

સેન્સેક્સ
સેન્સેક્સ

નિફટી ૨૬૪ પોઇન્ટ ઘટીને ૧૪૬૩૧ પર બંધ. તે જ સમયે, સેન્સેક્સ ૯૮૫ અંક ઘટીને ૪૮૭૮૨ની સપાટીએ બંધ રહૃાો છે. જ્યારે નિફટી બેંક ૯૩૩ અંક ઘટીને ૩૨૭૮૨ની સપાટીએ બંધ રહૃાો છે.

મહિનાના અંતિમ દિવસે બજારમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ ૯૮૫ પોઇન્ટ ઘટ્યો છે, જ્યારે નિફટી ૧૪૬૨૫ પર બંધ રહૃાો છે. આજના વેપારમાં ઓટો અને બેકિંગ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. આઇટી અને રિયલ્ટી શેરોમાં પણ દબાણ રહૃાું. તે જ સમયે, તેલ-ગેસ શેરોમાં ખરીદી જોવા મળી હતી. મેટલ અને ફાર્મામાં પણ હળવી ખરીદી જોવા મળી હતી.

Subscribe Saurashtra Kranti here

આજે સવારે ચાર દિવસની તેજી બાદ સપ્તાહના છેલ્લા દિવસે બજારમાં તેજી થાક ખાતી જોવા મળી. શુક્રવારે બજાર ખૂલતાની સાથે જ નીચા મથાળે ટ્રેન્ડ થવા લાગ્યો. સવારે ૯.૧૬ વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે સેનસેક્સ ૪૫૦ અંકના ઘટાડા સાથે વેપાર કરી રહૃાો હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે નિફટીમાં ૧૨૬ અંકનો ઘટાડો નોંધાયો. આજે સવારે એશિયન બજારોમાં પણ નરમાઇ જોવા મળી હતી તેની પાછળ ભારતીય બજારો નબળા ખૂલ્યા હતા.

Read About Weather here

સવારે સેન્સેક્સ ૪૫૬.૩૦ કે ૦.૯૨ ટકા નીચા મથાળે ૪૯૩૦૯.૬૪ની ટ્રેડ કરી રહૃાો હતો. નિફટી ૧૨૬.૯૦ અંક એટલે કે ૦.૮૫ ટકા ઘટીને ૧૪૭૬૮ની સપાટી પર ટ્રેડ થઇ રહૃાો હતો. આપને જણાવી દઇએ કે સપ્તાહની શરૂઆત બજારે ગ્રીન ઝોનની સાથે કરી હતી પરંતુ ચાર દિવસની તેજી બાદ હવે બજારમાં ઘટાડો જોવા મળી રહૃાો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here