આવતીકાલે તરસ્યું રહેશે રાજકોટ! એક સાથે 10 વોર્ડમાં પાણીકાપ

આવતીકાલે તરસ્યું રહેશે રાજકોટ! એક સાથે 10 વોર્ડમાં પાણીકાપ
આવતીકાલે તરસ્યું રહેશે રાજકોટ! એક સાથે 10 વોર્ડમાં પાણીકાપ

ન્યારા ઓફટેક પર પાasણીની આવક બંધ રહેવાથી
વોર્ડ નં.1,2,3,7,8,9,10,11,13,14ના અડધા વિસ્તારમાં પાણી વિતરણને થશે અસર: જનતાને મુશ્કેલી વેઠવી પડશે

ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના જણાવ્યા અનુસાર જેટકો ઢાંકી દ્વારા તા.08-12ના એન.સી 26,30 અને 32 પમ્પીંગ સ્ટેશનો પર શટડાઉન રહેશે. જથી રાજકોટમાં મનપા

Visit Saurashtra Kranti Homepage here

સંચાલિત ન્યારા ઓફટેક પર પાણીની આવક બંધ રહેવાથી તથા બેડી ફિલ્ટર પ્લાન્ટ પર ખુબ જ ઓછો પાણીનો જથ્થો મળશે આ કારણોસર એક સાથે 10 વોર્ડમાં પાણીકાપ મુકાયો છે.

જેને પગલે આવતીકાલે તા.8-12 બુધવારના રોજ જયુબીલી હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં કેનાલ સાઇડના વિસ્તારો વોર્ડ નં.7 પાર્ટ, જીલ્લા ગાર્ડન હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો

વોર્ડ નં. 7 અને 14 પાર્ટ, બજરંગવાડી હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારો વોર્ડ નં.2 અને 3 પાર્ટ, રૈયાધાર હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં વોર્ડ નં.1,2,9 અને 10 પાર્ટમાં પાણીકાપ મુકાશે.

આ સાથે ચંદ્રેશનગર હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં વોર્ડ નં.8,11 અને 13 પાર્ટ, મવડી હેડ વર્કસ હેઠળ આવતા વિસ્તારોમાં વોર્ડ નં.8,11 અને 13 પાર્ટ તથા સોજીત્રાનગર હેડ વર્કસ હેઠળ આવતા

Read About Weather here

વિસ્તારોમાં વોર્ડ નં.2 પાર્ટમાં પાણી વિતરણ બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં એક સાથે 10 વોર્ડમાં પાણીકાપ મુકાતા રાજકોટની જનતાને મુશ્કેલી વેઠવી પડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here