રાજકોટમાં માર્ગ અકસ્માતો માટે રખડતા શ્ર્વાનનો આતંક જવાબદાર

રાજકોટમાં માર્ગ અકસ્માતો માટે રખડતા શ્ર્વાનનો આતંક જવાબદાર
રાજકોટમાં માર્ગ અકસ્માતો માટે રખડતા શ્ર્વાનનો આતંક જવાબદાર

મનપા તંત્ર દ્વારા શ્ર્વાન પકડવાની કામગીરીમાં બ્રેક જનહિતનાં વિરોધમાં
શેરી-ગલ્લીઓ તો ઠીક મુખ્ય માર્ગો પર વાહન ચલાવવાનું સતત જોખમી
ડોગ બાઈટનાં વિવાદ વચ્ચે મેયર ડો.પ્રદિપ ડવની સ્પષ્ટતા
શ્ર્વાન પકડવાની હાઇકોર્ટે મનાઈ કરી છે

રાજકોટ શહેરમાં શેરીઓ – ગલ્લીઓમાં શ્ર્વાન કરડવાની ધટનાઓ ખૂબ વધી રહી છે ત્યારે અન્ય એક પ્રશ્ર્ન એ તે પણ ઉભો થાય છે કે મુખ્ય માર્ગો પર શ્ર્વાનોની વચ્ચે ઉતરીને વાહનોના અકસ્માત સર્જાવાની ઘટનાંઓ પણ ખૂબ જ વધુ પ્રમાણમાં બની રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

શ્ર્વાનનું રસ્તા પર વચ્ચે ઉતરવું એ કોઈ મુદ્દો નથી. પરંતુ તેને લઈને જે અકસ્માત સર્જાય છે તે મહત્વની વાત છે. લોકો તેની મુસાફરીનો આનંદ માણીને રસ્તા પર પોતાનું વાહન લઇને જતા હોય છે

ત્યારે અચાનક જ શ્વાન રસ્તા પર આડે આવી જતા વાહન ચાલક તેને બચાવવા માટે વાહનમાં ઝડપી રફ્તારે બ્રેક માટે છે અથવા તો તે શ્ર્વાન ને નુકશાની ન પચોચે તેવા હેતુ થી પોતાનું વાહન તારવીને હંકાવાની કોશિશ કરે છે.

તે દરમ્યાન અચાનક જ વાહનમાં થયેલા આ ગતિ ફેરફારને લઈને વાહન, ચાલકના કાબુમાંથી છુટી જાય છે અને તે અન્ય વાહન સાથે અથવા તો રસ્તાની બાજુમાં જઈને અથડાય જાય છે. જે ખૂબ જ કરુણ અકસ્માત સર્જે છે.

સૌ કોઈ જાણે છે કે, શ્ર્વાનને આવી રીતે રસ્તા પર ઉતરવાની સમજ હોતી નથી પરંતુ તેને લઈને આટલા અકસ્માત સર્જાયા હોવા છતાં પણ તંત્ર દ્વારા તેને લઈને શું પગલાં લેવાયા ? તેવા લોકોમાં પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે.

જો આવી જ ઘટનાઓ ચાલુ જ રહેશે તો અકસ્માતના દર પણ વધારો થતો રહેશે.શહેરમાં મુખ્ય શેરી – રસ્તાઓની વાત કરીએ તો શ્ર્વાનની વાહનની આડે ઉતરવાની ઘટનાઓ અને વાહનની પાછળ થવાની ઘટનાઓ છાશવારે બનતી જ હોય છે.

જેને પગલે વાહન ચાલક તેનાથી દુર થવા માટે પોતાના વાહન ને નાની શેરીઓ – ગલીઓમાં પણ પોતાના વાહનને ઝડપભેર હાંકે છે. જેને લઇને જો કોઈ ઝડપભેર આવતા વાહન અથવા તો શેરીઓમાં રમતા બાળકો સાથે વાહન અથડાય તો અકસ્માત પાછળ જવાબદાર કોણ?

શ્ર્વાન કે વાહન ચાલક? આવી ઘટનાઓને લઈને જ શ્ર્વાનને લઈને લોકોના મનમાં ડર જેવો માહોલ સર્જાયો છે. તંત્ર જો યોગ્ય સમયે આ શ્ર્વાન ને કબ્જે કરે અથવા તો તેનો અન્ય કોઈ ઉકેલ શોધી કાઢે તો આ અકસ્માતો અટકાવી શકાય.

તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.રાજકોટ: રાજકોટમાં રખડતા શ્ર્વાનનાં કારણે થઇ રહેલા માર્ગ અકસ્માતો અને ડોગ બાઈટની બેહદ વધતી જતી ઘટનાઓને પગલે લોકોમાં અને મીડિયામાં પણ ભારે દેકારો થયો છે.

Read About Weather here

આથી ખુલ્લાસો કરવા માટે મેયર ડો.પ્રદિપ ડવને બહાર આવવું પડ્યું છે. મેયરે સ્પષ્ટતા કરી હતી કે, શ્ર્વાન પકડવાની કામગીરી સામે હાઈકોર્ટનો મનાઈ હુકમ છે. હાઇકોર્ટની મનાઈ હોવાથી આપણે શ્વાન પકડવાની કામગીરી કરી શકતા નથી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here