આવતીકાલથી 9 દિવસ સુધી અનેક કાર્યક્રમોનું ભવ્ય આયોજન

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

ગુરૂદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યે ગ્લોબલ પર્યુષણ મહાપર્વનો

અમેરિકાની JAINA સંસ્થા સહીત સમગ્ર દેશ અને પરદેશના લાખો ભાવિકો લાઈવના માધ્યમે ધર્મ સાધનામાં જોડાશે

પરમધામ સાધના સંકુલમાં બિરાજમાન તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ રતિલાલજી મહારાજના કૃપાપાત્ર સુશિષ્ય રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ 49 સંત-સતીજીઓના પાવન સાંનિધ્યે આવતીકાલથી ગ્લોબલ પર્યુષણ મહાપર્વનો મંગલમય પ્રારંભ કરવામાં આવશે. જેના અંતર્ગત નવ દિવસ સુધી સમગ્ર ભારત અને અમેરિકાની શિરસ્થ સંસ્થા – જૈનમાં તેમજ પરદેશના અનેક ક્ષેત્રોના ભાવિકો લાઈવના માધ્યમે ધર્મ સાધના -આરાધનામાં જોડાશે. આ વર્ષે પણ લાખો ભાવિકોને ધર્મબોધ પમાડવાના મંગલ ભાવો સાથે દેશ-પરદેશમાં ગ્લોબલ પર્યુષણ ઉજવાશે.

આવતીકાલે 03 થી 11/09 એમ- 9 દિવસ સુધી આયોજિત થયેલાં ગ્લોબલ પર્યુષણ અંતર્ગત દરરોજ સવારના 7 થી 8 કલાક દરમિયાન આત્મા પાર લાગતા 8 કર્મરૂપી અવગુણોને મુક્ત કરવા Innre cleaning course ની વિશિષ્ટ ધ્યાન સાધના, 8:15 થી 8:35 – 9 દિવસમાં 99,99,999 શ્રી નમસ્કાર મહામંત્ર જપ સાધના, 8:35 થી 9 પૂજ્ય મહાસતીજીના શ્રીમુખેથી પ્રવચનધારા, 9 થી 10:15 દરમિયાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના શ્રીમુખેથી બોધ વચન તેમજ પચ્ચક્ખાણ વિધિ કરવવામાં આવશે, 10:30 થી 11 કલાક દરમિયાન પ્રેરણાત્મક નાટ્ય દ્રશ્યાંકનનું (ઇન્સપિરેશનલ પર્ફોર્મન્સીસ) આયોજન કરવામાં આવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉપરાંતમાં રાત્રિના સમયે 8 કલાકે અમેરિકાની શિરસ્થ સંસ્થા – જૈનમાં પરમ ગુરુદેવના પ્રવચન સાથે પરદેશના મલેશિયા, વોશિંગ્ટન, યુગાન્ડા, સુદાન, કેલિફોર્નિયા,ન્યુ યોર્ક, યુએસએ, યુકે આદિ ક્ષેત્રોના ભાવિકો માટે પૂજ્ય શ્રી મહાસતીજીના શ્રીમુખેથી બોધ પ્રવચન આપવામાં આવશે.

દરરોજ સાંજના પ્રતિક્રમણની આરાધના, દરરોજની ભક્તિ સ્તવના, સંધ્યા ભક્તિ, ભગવાન મહાવીર જન્મોત્સવ તેમજ સંવત્સરી આલોચનાના વિશિષ્ટ આયોજન સાથે દરરોજ 3 વર્ષથી 15 વર્ષના બાળકો માટે બાલ પર્યુષણ આરાધના અંતર્ગત ગુજરાતી, હિન્દી તેમજ ઇંગ્લીશમાં પ્રવચન આદિ કાર્યક્રમો યોજાશે.
ગ્લોબલ પર્યુષણ મહાપર્વના સંઘપતિ રૂપે શાસનદીપક ગુરુદેવ પૂજ્ય શ્રી નરેન્દ્રમુનિ મહારાજ સાહેબ એવમ મા સ્વામી-પૂજ્ય શ્રી જય-વિજયાજી મહાસતીજીની પરમ સ્મૃતિમાં ધર્મવત્સલા બીનાબેન અજયભાઈ શેઠ – કવેસ્ટ ફાઉન્ડેશન – સાયન લાભ લઈને ધન્ય બનશે.

Read About Weather here

અત્યંત ભક્તિભાવથી પર્વાધિરાજ પર્વની મંગલ પધરામણીના આયોજન સાથે સહુ ધર્મપ્રેમી ભાવિકોને દરેકે દરેક કાર્યક્રમમાં જોડાવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.તેમ અખબારી યાદીમાં જણાવ્યું છે.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here