દેશમાં બે મહિનામાં પ્રથમવાર કોરોનાના કેસોમાં જબરો ઉછાળો

દેશમાં બે મહિનામાં પ્રથમવાર કોરોનાના કેસોમાં જબરો ઉછાળો
દેશમાં બે મહિનામાં પ્રથમવાર કોરોનાના કેસોમાં જબરો ઉછાળો

છેલ્લા 24 કલાકમાં નવા 47092 કેસો નોંધાયા, વધુ 509નાં મૃત્યુ: બુધવારે અને ગુરૂવારે કોરોના કેસોની સપાટી 40 હજારથી વધુ રહી: નવેસરથી આરોગ્ય ખાતા સામે સર્જાતો મોટો પડકાર

દેશમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાની બીજી લહેર કેરળ અને મહારાષ્ટ્રને બાદ કરતા ધીમી પડી રહી હોવાનું સતત સંકેતો મળી રહયા હતા ત્યાં અચાનક છેલ્લા 24 કલાક દરમ્યાન કોરોનાના નવા કેસોમાં છેલ્લા બે મહિનાનો સૌથી મોટો ઉછાળો નોંધાતા કેન્દ્ર સરકાર ચોક્કી ઉઠી છે અને આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. છેલ્લા 24 કલાક દરમ્યાન દેશમાં 47092 જેટલા નવા કોરોના કેસ નોંધાયા હતા અને 509 દર્દીઓનાં મૃત્યુ થયા હતા. આ આંકડો ગુરૂવાર એક દિવસનો છે. બુધવારે પણ નવા 41965 કેસ નોંધાયા હતા અને 460 દર્દીઓનાં મૃત્યુ થયા હતા.

Read Local News / Articles : Saurashtra , Gujarat

આ રીતે દેશમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક વધીને 4,39,529નાં આંકડે પહોંચી ગયો છે જયારે કુલ કેસોની સંખ્યા વધીને 3,28,57,937 જેટલી થઇ ગઇ છે. અત્યારે દેશમાં કુલ 3 લાખ અને 89 હજારથી વધુ એક્ટિવ કેસ છે. ગઇકાલે એક દિવસ દરમ્યાન 35 હજારથી વધુ દર્દીઓ સ્વસ્થ થઇ ગયા હતા. વેક્સિનેશનની કામગીરી અંગે કેન્દ્રનાં આરોગ્ય ખાતાના ડેટા મુજબ અત્યાર સુધીમાં કુલ 66 કરોડ 30 લાખથી વધુ નાગરીકોને રસી અપાઇ ગઇ છે.

Read About Weather here

કોરોનાના નવા કેસોમાં સૌથી વધુ ઉછાળો કેરળ રાજયમાં નોંધાયો છે. જયાં એક દિવસમાં 32,803 નવા કેસો નોંધાયા હતા અને 173 દર્દીઓનાં મૃત્યુ થયા હતા. ત્યારબાદ મહારાષ્ટ્રમાં એક દિવસમાં 4456 નવા કેસ નોંધાયા હતા અને 183 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. પાટનગર મુંબઇમાં 415 નવા નોંધાયા છે અને 4 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. દરમ્યાન ભારત સરકારના ડ્રગ્ઝ ક્ધટ્રોલ વિભાગે હૈદરાબાદની બાયોલોજીકલ ઇ કંપનીને બાળકો માટે તૈયાર કરેલી કોરબી વેક્સ રસીનાં બીજા અને ત્રીજા તબક્કાની કલીનીકલ ટ્રાયલ માટે મંજુરી આપી દીધી છે. અગાઉ ઝાયડસ કેડીલાની ઝાયકો-ડી રસીને પણ ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી અપાઇ ગઇ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here