આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
1.દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના થયો, એક દિવસ પહેલા જ દહેરાદૂનમાં હજારો લોકોની હાજરીમાં સભા કરી કરી હતી

છેલ્લા 4 દિવસમાં 4 મોટા શહેરોમાં હજારો લોકોને મળ્યા હતા કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના થયો છે. તેમણે સવારે 8.11 વાગ્યે ટ્વીટ કરીને આ વાતની જાણ કરી છે. 

Visit Saurashtra Kranti Homepage here

2.દેશમાં બાળકો પર જે વેક્સિનની ટ્રાયલ જ નથી કરાઈ, બિહારના નાલંદામાં 2 ભાઈને એ જ આપવામાં આવી

દેશમાં જે વેક્સિનની બાળકો પર હજુ સુધી ટ્રાયલ જ નથી થઈ, બિહારમાં 2 બાળકોને તે વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. 

3.રાજકોટ અંધજનમંડળે પ્રજ્ઞાચક્ષુઓને આત્મનિર્ભર બનાવવા 3.5 લાખના ખર્ચે સ્વીડનથી મશીનરી વસાવી, 6 ટપકાંની બ્રેઇલલિપિને ટાઇપોગ્રાફીમાં કન્વર્ટ કરી

પ્રજ્ઞાચક્ષુઓ માટે ‘બ્રેઇલ સંદેશ’ નામનું ત્રિમાસિક સામયિક છપાય છે, સંસ્થાની લાઇબ્રેરીમાં બ્રેઇલલિપિથી છપાયેલાં 4000 જેટલાં પુસ્તકોના વોલ્યુમ ઉપલબ્ધ છે

4.પૂરપાટ આવતી ટ્રેન જોઈ આત્મહત્યા કરવા પાટા પર માથું ટેકાવી યુવક ઊંઘી ગયો, ડ્રાઈવરે ઈમર્જન્સી બ્રેક લગાવી જીવ બચાવ્યો

લોકો સોશિયલ મીડિયા પર મોટરમેનના કામની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે

મુંબઈના શિરડી રેલવે સ્ટેશન પર લાગેલા CCTV કેમેરામાં એક એવી ઘટના કેદ થઈ છે,જે થોડી ક્ષણો માટે તમારા શ્વાસને થંભાવી વીડિયો જોવા માટે મજબૂર કરી શકે છે.

5.અમેરિકાનું 33 દિવસનું કિશોરોનું વેક્સિનેશન ભારતે એક જ દિવસમાં પૂરું કર્યું; ગુજરાતમાં પહેલા જ દિવસે 5.50 લાખ કિશોરોને વેક્સિન આપી

એક દિવસમાં 14%થી વધારે રસીકરણ, કુલ રસીકરણનો આંકડો 9 કરોડને પાર થયો

પહેલા દિવસે એકસાથે સૌથી વધારે રસી 15-18 વયજૂથમાં અપાઇ

6.પિતાવિહોણી પુત્રીને ભાભુ-પિતરાઇ બહેન ચીપિયાથી હોઠ ખેંચી ડામ દેતા, ભૂખ લાગે તો જમવાનું ન આપી ઢોરમાર મારતા

પિતાનું મૃત્યુ થતાં યુવતી મોટાબાપુના પરિવાર સાથે રહેતી’તી, ઘરકામ કરાવી ત્રાસ અપાતો’તો

યુવતીએ પાડોશીને જાણ કરી અને પોલીસ પહોંચી, ભાભુ તથા પિતરાઇ બહેન સામે ગુનો નોંધાયો, યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી દેવાઇ

7.ઉપલેટાની શાળામાં ભણતા 13 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યાં, એક જ બસમાં જામજોધપુરથી મુસાફરી કરતા હતા

એક વિદ્યાર્થિનીમાં લક્ષણો જણાતા ટેસ્ટ કરતા પોઝિટિવ આવી અને બધાના સેમ્પલ લેવાતા આંક વધ્યો

8.300 મિલિયન ડોલરના રોકાણ સાથે ગુજરાતમાં દેશની પ્રથમ લિથિયમ રિફાઇનરી બનશે, હાઇ પ્યોરિટી બેટરી ગ્રેડ લિથિયમનું ઉત્પાદન કરશે

વાયબ્રન્ટ પૂર્વે વધુ 39 એમઓયુ થયા, વિવિધ યુનિ.ઓ દ્વારા સ્ટ્રેટેજિક MOU કરાયા

અમદાવાદમાં બુલેટપ્રૂફ જેકેટ, પિસ્તોલ અને ટેન્કના ઉત્પાદન માટે પણ એમઓયુ

9.રાજ્યમાં 5થી 7 જાન્યુઆરી વચ્ચે માવઠાંની સંભાવના, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં હળવાં ઝાપટાંની આગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5થી 7 જાન્યુઆરી દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે.

Read About Weather here

10.સુરતની એંગ્લો ઊર્દુ સ્કૂલમાં 238માંથી 20 જ વાલીની સંમતિ, આજે ફરીથી સ્કૂલમાં વેક્સિનેશન હાથ ધરાશે

મુગલીસરા સ્થિત પાલિકા મુખ્યાલયની પાછળ આવેલી એંગ્લો ઉર્દુ સ્કુલમાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું સોમવારે રસીકરણ નક્કી કરાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here