કપાસ ભરેલું લોડર મહિલા પર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત

કપાસ ભરેલું લોડર મહિલા પર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત
કપાસ ભરેલું લોડર મહિલા પર ફરી વળતા ઘટનાસ્થળે જ મોત
મહિલા બૂમ પાડે છે પરંતુ લોડરના ચાલકને ધ્યાન જતું નથી. બાદમાં મહિલા લોડરના આગળના ભાગમાં આવી નીચે કચડાય જાય છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા એવા ગોંડલનાં નવા માર્કેટ યાર્ડમાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

કપાસના ગ્રાઉન્ડમાં એક મહિલા પર લોડર ફરી વળતા મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં મહિલા ચાલીને જાય છે. ત્યારે કપાસ ભરેલું લોડર તેની નજીક આવે છે.  

યાર્ડમાં કામ કરતા શ્રમિકો લોડરના ચાલકને બ્રેક મારવા કહે છે પરંતુ ત્યાં સુધીમાં તો મહિલા ચગદાય જાય છે.આ અંગે ગોંડલ પોલીસને થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘટનાસ્થળ પર પહોંચેલી ગોંડલ પોલીસે જરૂરી પંચનામાની કાર્યવાહી કરી હતી.

પંચનામાની કાર્યવાહી પૂર્ણ થતા મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મૃતક મહિલા ગોંડલ તાલુકાના શ્રીનાથગઢ ગામની રહેવાસી છે.

Read About Weather here

અત્યારે હાલ ગોંડલ પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આખરે કોની બેદરકારીથી આ પ્રકારની ઘટના બની છે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે આ મામલે લોડરચાલકનો વાંક હતો કે મહિલાનું ધ્યાન નહોતું તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here