આજથી અમેરિકાની 5 દિવસની યાત્રાએ રવાના થતા મોદી

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

અમેરિકી પ્રમુખ જો બાઇડન, ઉપપ્રમુખ કમલા હેરિસ સહિત કવેડ આગેવાનો સાથે સીધી મંત્રણા: વિશ્ર્વની બદલતી જતી પરિસ્થિતિમાં ભારત માટે ખુબ જ મહત્વ ધરાવતી વડાપ્રધાનની અમેરિકા યાત્રા

વિશ્ર્વની બદલતી જતી પરિસ્થિતિ અને પડોસના અફઘાનિસ્તાનમાં કટ્ટરવાદીઓના વચ્ત્વથી સર્જાયેલા નવા સમીકરણોને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી અમેરિકાની પાંચ દિવસની મહત્વ પૂર્ણ યાત્રાએ રવાના થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

વડાપ્રધાન મોદીની તા.22 થી 26 સપ્ટેમ્બર સુધીની વિશેષ અમેરિકા યાત્રા દરમ્યાન ભરચક કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મહત્વના કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ જો બાઇડન સાથેની દ્વી પક્ષી શિખર મંત્રણા અને વિશ્ર્વ સંસ્થા યુનોની મહાસભાને સંબંધોનનો સમાવેશ થયા છે.

વડાપ્રધાન આજે ખાસ વિમાન દ્વારા અમેરિકા જવા રવાના થયા છે. એવું જાહેર કરતા વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રૃંગલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદી 24મી સપ્ટેમ્બરે પ્રમુખ બાઇડન સાથે મંત્રણા કરશે.

આ શિખર બેઠકમાં આતંકવાદ અને અફઘાનિસ્તાનની પરિસ્થિતિની ચર્ચા મહત્વની રહેશે. તદ્ઉપરાંત બન્ને દેશો વચ્ચે વ્યાપારી અને મુળી રોકાણ સંબંધો દ્રઢ બનાવવા, સંરક્ષણ અને સલામતી સહયોગ વધુ મજબુત બનાવવા,

શુધ્ધ ઉર્જા પ્રોજેકટમાં સહભાગી બનવાના મુદ્ાઓ પર બન્ને મહાનુભાવો મનોમંથન કરશે અને વિચારોની આપલે કરશે. અફઘાનિસ્તાનને કારણે સર્જાયેલી પરિસ્થિતિ, સીમાપારના આતંકવાદ, આતંકનું વિશ્ર્વ વ્યાપી માળખું અને કટ્ટરવાદ

તથા રૂઢીવાદ જેવા મુદ્ાઓ પર તથા તેના નિમુલન માટે બન્ને નેતાઓ નવા ઉપાયોની ચર્ચા-વિચારણા કરશે. વડાપ્રધાન પહેલી વખત અમેરીકાના ઉપપ્રમુખ કમલા હેરિસ સાથે પણ સત્તાવાર મુલાકાત કરનાર છે.

22મીએ એટલે કે આજે અમેરિકી પ્રમુખ બાઇડન દ્વારા આયોજીત કોવિડ પરની વિશ્ર્વ પરિષરમાં મોદી ખાસ હાજરી આપનાર છે. વડાપ્રધાનની સાથે વિદેશ મંત્રી એસ.જયશંકર તથા રાષ્ટ્રીય સલાહ સુરક્ષા સલાહકાર અજીત દોહાલ સહિતનું ઉચ્ચ કક્ષાનું ડેલીગેસન પણ અમેરિકાની યાત્રાએ પહોંચ્યું છે.

વિદેશ સચિવે જણાવ્યું હતું કે, કવેડ નેતાઓ અને બાયડન સાથે વડાપ્રધાન મોદીની પહેલી વખત સીધી બેઠક યોજાઇ રહી છે. મોદી એમની યાત્રા દરમ્યાન ઓસ્ટેલિયા અને જાપાનના વડાપ્રધાનો સાથે પણ વાટાધાટો કરશે.

યુનોની મહાસભાને પણ તેઓ સંબંધોન કરશે. વડાપ્રધાનની એમરિકા યાત્રાને ખુબ જ મહત્વ આપવામાં આવી રહયું છે. આવતીકાલ તા.23મી એ સૌ પ્રથમ મોટી બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપપ્રમુખ કમલા હેરિસની સાથે મુલાકાત કરશે.

ત્યાર બાદ અમેરિકાના ટોચના નેતાઓ, ઉદ્યોગ મહારથીઓ સાથે શ્રેણીબધ્ધ બેઠકો યોજાશે. એપલ કંપનીના સીઇઓ સાથે પણ મોદી ચર્ચા વિચારણા કરશે. એપલના સીઇઓ અત્યારે ટીમ કુક છે.

પાંચ દિવસની આ લાંબી યાત્રાને ભારત માટે અને વિશ્ર્વના રાજકારણ માટે ખુબ જ સુચક અને મહત્વની માનવામાં આવી રહી છે. માહિતગાર સુત્રો જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્ર્વના એક ખુબ જ શકિતશાળી નેતાની રૂએ અને હેસીયત સાથે આ વખતે અમેરિકાની યાત્રાએ પહોંચ્યા છે.

Read About Weather here

વડાપ્રધાન 25મી એ ન્યુર્ઓક પહોંચી યુનોની મહાસભાને સંબંધોન કરશે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here