નવી સરકારમાં હવે બે સિવાય તમામ મંત્રીઓને મોઢે તાળા!

કેન્દ્રના વિકાસલક્ષી બજેટથી ગુજરાતને મહતમ ફાયદો: મુખ્યમંત્રી
કેન્દ્રના વિકાસલક્ષી બજેટથી ગુજરાતને મહતમ ફાયદો: મુખ્યમંત્રી

સરકારના બે પ્રવકતા તરીકે રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણીની પસંદગી: બધા મંત્રીઓ બોલી નહીં શકે, ભુપેન્દ્ર પટેલ સરકારનો એક નવો સુચક નિર્ણય

ગુજરાતની ભાજપ સરકારે આજે એક નવો અને સુચક નિર્ણય લીધો છે. ગુજરાત સરકારમાં બધા મંત્રીઓને બોલવાની મનાઇ કરવામાં આવી છે. સરકાર તરફથી બોલવા માટે બે મંત્રીઓને પ્રવકતા બનાવવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુ વાઘાણીને સરકારમાં બે નવા પ્રવકતા તરીકે નિયુકત કરવામાં આવ્યા છે. બીજા કોઇ મંત્રીઓને બોલવાની મનાઇ કરવામાં આવી છે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર યોજાયેલી બેઠકમાં બે મંત્રીઓને સરકારના પ્રવકતા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બધા મંત્રીઓ બોલી નહીં શકે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઇ છે આ બેઠકમાં સૌરાષ્ટ્રનાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારો માટે રાહતનું પેકેજ જાહેર કરવાનો નિર્ણય લેવાય શકે છે.

કેબિનેટની બેઠકમાં વિવિધ મુદ્ાઓ પર ચર્ચા ચાલી રહી છે તેવું જાણવા મળ્યું છે. આજે સવારે શરૂ થયેલી બેઠકમાં તમામ મંત્રીઓ હાજર રહયા છે. જાણવા મળ્યા મુજબ સૌરાષ્ટ્રની પરિસ્થિતિ અને વરસાદથી થયેલા નુકસાન વિશે ઉંડી ચર્ચા વિચારણા કરવામાં આવી છે

અને ગમે ત્યારે રાહત જાહરે થઇ શકે છે. ગુજરાતનાં અન્ય કેટલાક મહત્વના પ્રોજેકટ અને વિધાનસભાના બે દિવસના સત્રમાં મુકાનારા ખરડા તથા પ્રશ્ર્નો તરી વિશે પણ ઉંડી ચર્ચા વિચારણા કરવામાં આવી છે. પ્રશ્ર્નોતરી અને તેના જવાબ અંગે નવા મંત્રીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

આગામી તા.27-28 સપ્ટેમ્બરે વિધાનસભાનું બે દિવસનું સત્ર યોજાઇ રહયું છે. તેમાં ચાર મહત્વના ખરડા મુકવામાં આવનાર છે. એ પસાર કરાવવા અંગેની વ્યૂહ રચના પર વિચારણા કરવામાં આવી હતી

અને મુખ્યમંત્રીએ કેબિનેટને માર્ગદર્શન પુરૂ પાડયું હતું. કેબિનેટના માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું કે, તમામ નવા મંત્રીઓએ એક સપ્તાહમાં કેટલી કામગીરી કરી તેની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

વિવિધ પ્રોજેકટ અને તેના વિશેની નાણાકિય ફાળવણી પર ચર્ચા કરીને મંજૂરીની મહોર લગાવવામાં આવી હોય તેવું જાણવા મળ્યું છે. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના વરસાદ ગ્રસ્ત વિસ્તારોનાં નુકસાની અંગેના અહેવાલ પર ખાસ ચર્ચા વિચારણા કરી હતી

Read About Weather here

અને મંત્રીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. સૌરાષ્ટ્રમાં ખેતીને ખુબ જ મોટું નુકસાન થયું છે જેના કારણે ખેડૂતો અને જેમને માલ મિલકતનું નુકસાન થયું છે એ તમામ અસરગ્રસ્તો માટે સહાયની માંગણી થઇ રહી હતી એટલે સૌરાષ્ટ્રના આવા વિસ્તારો માટે મુખ્યમંત્રી સહાય જાહેર કરે તેવી શકયતા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here