આઈસોલેશનમાં રહેલા દર્દીઓ માટે ઈ-સંજીવની શરૂ કરાશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

રાજકોટ જિલ્લામાં ડોર-ટુ-ડોર સર્વેની કામગીરી અઠવાડિયામાં પૂર્ણ કરાશે
જિલ્લામાં કોરોનાનું ટેસ્ટીંગ વધારવામાં આવી રહ્યું છે: કલેકટર

રાજકોટ જિલ્લાનું વહીવટી તંત્ર સંભવિત કોરોનાની લહેર સામે સજ્જ થયું છે. રાજકોટ જિલ્લાના પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા એ રાજકોટ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી કોરોનાના કેસ વધે તો લોકો માટે ઉપલબ્ધ સારવાર અને હાથ ધરાયેલી કામગીરીની ચર્ચા કરી હતી.રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા તેમજ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે હાથ ધરવામાં આવેલા પગલાની તેમજ જરૂર પડે તો વધારવામાં આવનાર કામગીરીની માહિતી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

પ્રભારી સચિવ રાહુલ ગુપ્તાએ લોકો વધુ સંક્રમિત ન થાય તે માટે આગમચેતીના ભાગરૂપે તેમજ જરૂરી પગલાં લેવા માર્ગદર્શન આપ્યું હતું.કલેકટર અરૂણ મહેશબાબુએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રતિદિન કોરોનાનું ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. જો કેસ વધે તો લોકોની સારવાર થઇ શકે તે માટે આરોગ્ય તંત્ર સાથે સંકળાયેલા તબીબી પેરા મેડીકલ સ્ટાફ કર્મચારીઓની નિમણૂક થાય તે માટે નોડલ અધિકારીઓ પણ નિમવામાં આવ્યા છે.

રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં 100 ધન્વંતરી રથ શરૂ કરવામાં આવ્યા છે. શંકાસ્પદ દર્દીઓના કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ટેસ્ટિંગ બાદ જરૂર પડયે એક સપ્તાહમાં વધારાના 50 સંજીવની રથ શરૂ કરવામાં આવશે. હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓ માટે ઇ-સંજીવની કાર્યરત કરવામાં આવશે. કોઈ પણ પ્રકારની આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે 600 એમ્બ્યુલન્સનો કાફલો સાબદો રાખવામાં આવ્યો છે.

Read About Weather here

સરકારી અને ખાનગી હોસ્પિટલો તમામ સુવિધાઓથી સજજ બનાવવામાં આવી છે રાજકોટ સહિત સમગ્ર જિલ્લામાં ડોર-ટુ-ડોર સર્વે કરવાની કામગીરી એક અઠવાડિયામાં પૂર્ણ કરાશે શંકાસ્પદ લોકોનું ટેસ્ટિંગ થાય તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.આ ઉપરાંત પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલ દ્વારા પણ પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. (1.15)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here