ક્રાઈમ બ્રાંચની ટીમે ચોક્કસ બાતમીનાં આધારે દરોડો પાડી રૂ. 80 હજારની રોકડ કબજે કરી.
શહેરની ભાગોળે આવેલા માર્કેટિંગ યાર્ડનાં પુલ પાસે આવેલા આંબાવાડીમાં રહેણાંક મકાનમાં ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડી જુગાર રમતા આઠ શખ્સો દબોચી લઇ રૂ.80 હજારની રોકડ કબજે કરી છે.
Subscribe Saurashtra Kranti here
આ અંગેની વિગત મુજબ ક્રાઈમ બ્રાંચનાં પી.એસ.આઈ એસ.વી.સાખડાની ટીમને મળેલ ચોક્કસ બાતમીનાં આધારે શખ્સો માર્કેટિંગ યાર્ડનાં પુલ પાસે આવેલા આંબાવાડી શેરી.1 માં રહેતા મુકેશ સીદા જાદવ નામના શખ્સનાં રહેણાંક મકાનમાં દરોડો પડતા ઉપરોક્ત શખ્સ બહારથી માણસો બોલાવી જુગારનાં સાધનો પુરા પસી જુગારનો અખાડો ચલાવતો પોલીસે પકડી લઇ જુગાર રમતા વિનુ ધોળકીયા, વિજય જગા જાદવ, રણજીત વલ્લભ ધરજીયા, ભરત સોમા ધરજીયા, રામ હિરા ખાંભલીયા તથા ભરત હરુ મોરી સહિત આઠ શખ્સોની ધરપકડ કરી.
રોકડા રૂ. 80 હજાર કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here