આંતરિક ડખ્ખો ઉગતો ડામી દેવા ભાજપ કારોબારીમાં મંથન

આંતરિક ડખ્ખો ઉગતો ડામી દેવા ભાજપ કારોબારીમાં મંથન
આંતરિક ડખ્ખો ઉગતો ડામી દેવા ભાજપ કારોબારીમાં મંથન

બાહ્ય કારણ ચૂંટણી ચર્ચાનો અપાયું, પણ મામલો જુદો હોવાની ચર્ચા: કમલમમાં ભાજપનાં ટોચનાં નેતાઓ દ્વારા ડેમેજ કંટ્રોલ કવાયત શરૂ
મુખ્યમંત્રી, પ્રદેશમંત્રી સહિતનાં ટોચનાં આગેવાનોની હાજરી

રાજકોટ ભાજપમાં વકરતા જતા આંતરિક વિખવાદનાં હવામાનમાં આજે એકાએક ગાંધીનગર ખાતે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક યોજવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને અન્ય ટોચનાં નેતાઓ હાજરી આપી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

એકાએક યોજાયેલી આ બેઠક માટે બાહ્ય સતાવાર કારણ એવું બતાવ્યું છે કે, આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ માટે ચર્ચા કરવા બેઠક યોજાઈ છે. પરંતુ રાજકીય નિરીક્ષકોનાં મતે મામલો જુદો હોવાનું કહેવાય છે.

ભાજપનાં ટોચનાં નેતાઓ ચૂંટણી ચર્ચા કરવા નહીં પણ ભાજપમાં લાગેલી આગને ઠારવા માટે ચર્ચા કરવા ભેગા થયા હોવાનું માનવામાં આવે છે.સવારે 10 વાગ્યાથી ભાજપનાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ કારોબારી બેઠકનો પ્રારંભ થયો હતો.

પ્રદેશ પ્રમુખ પાટીલે એવું જણાવ્યું હતું કે આગામી ચૂંટણીઓની તૈયારીઓ કરવા અને સંગઠન પાંખને માર્ગદર્શન આપવા માટે કારોબારી બેઠક બોલાવવામાં આવી છે.

જો કે આ કારણ રાજકીય નિષ્ણાંતોનાં ગળે ઉતરતું નથી. રાજકીય વર્તુળોમાં જોરશોરથી એવી ચર્ચા ચાલી રહી છે કે રાજકોટ ભાજપમાં એકાએક થયેલા અસંતોષ અને જૂથવાદનાં ભડકાની આગનાં લબકારા ગાંધીનગર સુધી પહોંચી ગયા છે.

એટલે ડેમેજ કંટ્રોલ કરીને ગમે તે ભોગે આંતરિક અસંતોષની આગ ઠારવા પ્રદેશ નેતાગીરીએ દોડધામ શરૂ કરી દીધી છે અને તેના ભાગરૂપે જ અચાનક કારોબારી બેઠક બોલાવવામાં આવી છે.

જેમાં નેતાગીરી વચ્ચે જોરદાર મનોમંથન ચાલી રહ્યું હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું. બેઠક બાદ કોઈ ચોક્કસ પ્રકારની અણધારી જાહેરાત થાય છે કે કેમ તેના પર રાજકીય નિરીક્ષકો આતુરતાથી નજર માંડીને બેઠા છે.

Read About Weather here

કારોબારી બેઠકમાં ભાજપનાં આંતરિક ડખા ઉપરાંત ભરૂચનાં ધર્માંતરણનો મામલો, રસીકરણ વગેરે મુદ્દાઓની પણ ચર્ચા થશે. તેમ ભાજપનાં આંતરિક સુત્રોએ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here