અ.ભા.વિ.પ ગુજરાતનું 54મું પ્રદેશ અધિવેશન સંપન્ન

અ.ભા.વિ.પ ગુજરાતનું 54મું પ્રદેશ અધિવેશન સંપન્ન
અ.ભા.વિ.પ ગુજરાતનું 54મું પ્રદેશ અધિવેશન સંપન્ન

અધિવેશનની ધ્વજારોહણ સાથે મંગલમય શરૂઆત બાદ પુન: નિર્વાચિત પ્રદેશ અધ્યક્ષ, મંત્રીએ વિધિવત પદભાર ગ્રહણ કર્યો

4 મહાનગરો અને 35 જિલ્લામાં જિલ્લા સંમેલન હેઠળ છાત્ર હુંકાર નામક વિશાળ વિદ્યાર્થી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

તા.6,7,8 જાન્યુઆરી ના રોજ ભાવનગર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 54મું પ્રદેશ અધિવેશન ભાવનગરની પાવન ધરા પર યોજાયું. આ અધિવેશનમાં પ્રદર્શનીનું નામ ગિજુભાઈ બધેકા પ્રદર્શની રાખવામાં આવ્યું હતું. આ પ્રદર્શનીમાં મતદાન જાગૃતિ અભિયાન, જનજાતિ મેળાઓ, અ.ભા.વિ.પ ગુજરાતના વિવિધ આંદોલન, વિવિધ કાર્યક્રમોની ઝાંખી કરાવતા અને અ.ભા.વિ.પ ના આયામ કાર્ય અને ગતિવિધિના કાર્યક્રમો પુસ્તકો, વિવિધ ચિત્રો, ભાવનગરની સ્થાનિક વિશેષતાઓ જેવા વિવિધ ચિત્રો સાથે પ્રદર્શનીનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

અધિવેશનની પધ્ધતિ અનુસાર સૌ પ્રથમ અ.ભા.વિ.પ પ્રાંત અધ્યક્ષ તથા મંત્રી દ્વારા ધ્વજારોહણ કર્યા બાદ અધિવેશનનો શુભારંભ કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ પ્રાસ્તાવિક સત્ર માં પ્રદેશ અધ્યક્ષ ડો.સંજયભાઈ ચૌહાણ પ્રાસ્તાવિક ભૂમિકા મૂકી. ત્યાર બાદ પુન: નિર્વચિત પ્રદેશ અધ્યક્ષ ડો. સંજયભાઈ ચૌહાણ તથા પ્રદેશ મંત્રી યુતિ ગજરેએ પદભાર ગ્રહણ કર્યો હતો.

ઉદ્ઘાટન સત્રમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉદઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતાના વક્તવ્યમાં કહ્યું કે, અ.ભા.વિ.પ એટલે શિક્ષણ, વ્યક્તિત્વ વિકાસ, ચારિત્ર ધડતર, રાષ્ટ્રભક્તિ, સમાજસેવા અને યુવાઓમાં કૌશલ્ય નિર્માણની પહેલોને એક છાત્ર નીચે આવરી લેતું એક અભૂતપૂર્વ સંગઠન છે. યુવાઓમાં હકારાત્મક રાષ્ટ્ર ભાવ વિકસાવવામાં વિદ્યાર્થી પરિષદ અગત્યની ભૂમિકા વિશે પણ વાત કરી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ 54 માં પ્રદેશ અધિવેશનના બીજા દિવસે ભાષણ સત્ર 2 માં અ.ભા.વિ.પ ના રાષ્ટ્રીય સહ-સંગઠન મંત્રી પ્રફુલ્લ એકાંતે આત્મ નિર્ભર ભારતનો સંકલ્પ : સ્વાવલંબી ભારત વિષય પર ભાષણ આપ્યું.
આ અધિવેશનમાં વિરક્રાંતિકારી, ભારત માતાના પુત્રોને સન્માનિત કરવામાં આવ્યા. અ.ભા.વિ.પ નું મુખ્ય આકર્ષણ શોભાયાત્રા ભાવનગર શહેર ખાતે નીકળી જેમાં આ શોભાયાત્રા મહારાજા કૃષ્ણકુમારસિંહજી નગર થી નીકળીને સરદાર સર્કલ થી સંસ્કાર મંડળ ત્યાર બાદ કોલેજ સર્કલ, વાઘાવાડી રોડ, સરકારી આર્ટથી તખ્તેશ્ર્વર પ્લોટ સુધી યાત્રા રહી હતી અને પોલીસ સ્ટેશનની સામે ખુલ્લું અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું.

Read About Weather here

સમગ્ર અધિવેશનની આયોજીત કરનાર ભાવનગરના કાર્યકર્તાઓનો વ્યવસ્થા પરિચય કરવામાં આવ્યો. ત્યારબાદ આગામી વર્ષ 2022 – 2023 ની પ્રદેશ કારોબારીની ઘોષણા કરવામાં આવી. અ.ભા.વિ.પ ના 75 વર્ષની વિશેષ યોજના હેઠળ સમગ્ર ગુજરાતના 4 મહાનગરો અને 35 જિલ્લાઓમાં જિલ્લા સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિરાટ વિદ્યાર્થી સંમેલનનું આયોજન દરેક ગુજરાતના દરેક જિલ્લા સ્થાનો પર કરવામાં આવ્યું હતું. જેમાં દરેક સ્થાન પર મુખ્ય અતિથિ તરીકે વિવિધ ક્ષેત્રેના ખ્યાતનામ વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. દરેક જિલ્લા પર અને તેમાં તમામ જિલ્લાના સ્થાનિક વિષયો, વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્ર્નોને લઈને પ્રસ્તાવો પણ પારીત કરવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લાના ખાતે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માંગ માટેનો પ્રસ્તાવ પારીત થયો હતો. આમ તમામ જિલ્લા સ્થાનો પર ત્યાં ના મૂળ સ્થાનિક શૈક્ષણિક અને સામાજીક વિષયોને લઈને વિવિધ પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા. આ તમામ સમગ્ર ગુજરાતમાં આયોજિત જિલ્લા સમેલાનોમાં કુલ 31 હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here