અમદાવાદમાં IPL ની પ્‍લેઓફ- ફાઈનલ માટે જડબેસલાક સુરક્ષા…!

અમદાવાદમાં IPL ની પ્‍લેઓફ- ફાઈનલ માટે જડબેસલાક સુરક્ષા…!
અમદાવાદમાં IPL ની પ્‍લેઓફ- ફાઈનલ માટે જડબેસલાક સુરક્ષા…!
ક્રિકેટરોથી લઈને પ્રેક્ષકો માટે ૪૦૦થી પણ વધુ ઉચ્‍ચ પોલીસ- કર્મચારીઓથી લઈને હોમગાર્ડ સુધીના જવાનો સ્‍ટેડિયમની અંદર અને બહાર તહેનાત રહેશે અમદાવાદમાં એક લાખથી વધુ પ્રેક્ષકોની કેપેસિટી ધરાવતા ક્રિકેટ વિશ્વના સૌથી મોટા નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમમાં આઈપીએલની શુક્રવારની પ્‍લે- ઓફ (કવોલિફાયર- ટૂ) અને ફાઈનલ મેચ પોલીસના અભેદ્ય સુરક્ષાચક્ર વચ્‍ચે રમાશે. ખાનગી સિકયોરિટીના ૩૦૦થી ૪૦૦ જેટલા કર્મચારીઓ સ્‍ટેડિયમમાં  ફરજ બજાવશે.અમદાવાદમાં પહેલી જ વાર આઈપીએલની ફાઈનલ રમાવાની છે. અમદાવાદ શહેરના ડીસીપી (કન્‍ટ્રોલ) ડો.હર્ષદ પટેલે કહ્યું હતું કે ‘સુરક્ષાને ધ્‍યાનમાં લઈને અમદાવાદ પોલીસે જબરદસ્‍ત બંદોબસ્‍ત ગોઠવ્‍યો છે.

Visit Saurashtra Kranti Homepage here

‘બે મેચ માટે ૯ ડીસીપી, ૧૩ એસીપી, ૪૮ પોલીસ ઈન્‍સ્‍પેકટર, ૧૨૭ પીએઆઈ, ૨૮૩૦ પોલીસ કોન્‍સ્‍ટેબલ તેમજ ૧૦૦૦ હોમગાર્ડના જવાનો સ્‍ટેડિયમમાં ફરજ પર રહેશે. ક્રિકેટરો સહિત ટીમના સભ્‍યો, મેચ રેફરી, અમ્‍પાયર સહિતના મહાનુભાવો માટે અલગ- અલગ હોટેલો પર અલગથી પોલીસ સિકયોરીટી બંદોબસ્‍ત ગોઠવવામાં આવશે. ક્રિકેટરોની ટીમને એસ્‍કોર્ટ સાથે પોલીસ બંદોબસ્‍ત અપાશે.

Read About Weather here

બોમ્‍બ સ્‍કવોડ અને ડોગ સ્‍કવોડથી સ્‍ટેડિયમની અંદર તેમ જ બહાર ચેકિંગ હાથ ધરાશે.બોલીવુડના કલાકારો અને મ્‍યુઝિશ્‍યનના પર્ફોર્મન્‍સ સાથે આતશબાજી, લેસર શો સહિતના કાર્યક્રમો સાથે જબરજસ્‍ત કલોઝિંગ સેરેમની યોજાશે અને પ્રેક્ષકોને મેચની સાથે મ્‍યુઝિક મસ્‍તીનો ડબલ જલસો જોવા મળવાનો હોવાથી મેચની ઓનલાઈન તેમ જ સ્‍ટેડિયમ પરથી જ ટિકિટ મેળવવા માટે દોડધામ મચી છે.કહેવાય છે કે કલોઝિંગના એક કલાકના કાર્યક્રમમાં બોલીવુડના મ્‍યુઝિશ્‍યન એ.આર. રહેમાન ઉપરાંત બોલીવુડ સ્‍ટાર રણવીર સિંહ, અક્ષયકુમાર તેમજ આમીર ખાન ઉપરાંત સાઉથના સ્‍ટાર રજનીકાંત પણ આવી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here