રાજકોટમાં પ્રિ-મોન્સુન વરસાદથી તન-મન અને રસ્તા ભીંજાયા, વૃક્ષો પડ્યા

રાજકોટમાં પ્રિ-મોન્સુન વરસાદથી તન-મન અને રસ્તા ભીંજાયા, વૃક્ષો પડ્યા
રાજકોટમાં પ્રિ-મોન્સુન વરસાદથી તન-મન અને રસ્તા ભીંજાયા, વૃક્ષો પડ્યા
રાજકોટ શહેરમાં તા.24 ને મંગળવારે રાત્રે પ્રિ-મોન્સુન એક્ટીવીટીનો સંકેત આપતો વરસાદ શરૂ થતા અનેક વિસ્તારોમાં રસ્તા ભીંજાયા હતા. ઝાપટાંનો આનંદ લેવા માટે ગરમીથી ત્રસ્ત લોકો ઘરની બહાર નિકળ્યા હતા અને તન-મનને ભીંજવી દેવાની કોશિશ કરી હતી. શહેરમાં અલગ- અલગ વિસ્તારમાં ક્યાંક છાંટા તો ક્યાંક જોરદાર ઝાપટાં પડી ગયા હતા. પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બે થી માંડીને 13 મીમી સુધીનો વરસાદ થયાનું નોંધાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

સૌથી વધુ ઇસ્ટ ઝોનમાં 13 મીમી અને સેન્ટ્રલમાં 4 મીમી વરસાદ થયો હતો. શહેરમાં જિલ્લા ગાર્ડન રોડ, બાપુનગર-11 તથા મનહર સોસાયટી-1, થોરાળા પોલીસ ચોકી સામે વૃક્ષો પડી ગયા હતા.

Read About Weather here

મનપાની ટીમોએ રસ્તા પરથી વૃક્ષો હટાવવાની કામગીરી તાત્કાલિક હાથ ધરીને વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો. સાંજે જોગીંગ કરવા નિકળેલા શોખીનો અચાનક આવેલા વરસાદથી ઝડપાઈ ગયા હતા અને ભીંજાઈ ગયા હતા.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here