અમદાવાદમાં અગ્ની સુરક્ષા મામલે લાલ આંખ: 42 હોસ્પિટલ, નર્સિંગ હોમ સીલ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ફાયર સેફટી સાધનો વસાવ્યા ન હોવાથી નોટિસ ફટકારાય, રજીસ્ટ્રેશન રદ કરાયા: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહીથી હલચલ

હોસ્પિટલો, નર્સિંગ હોમ તેમજ વાણીજય બિલ્ડીંગમાં અગ્ની સમન સાધનો તથા સીસ્ટમ વસાવવા માટે આવતા વર્ષ સુધીનો સમય આપતું ગુજરાત સરકારનું જાહેરનામું અટકાવી દેતા

Visit Saurashtra Kranti Homepage here

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અમદાવાદમાં મહાનગર પાલિકા તંત્ર દ્વારા લાલ આંખ કરીને કડક પગલા લેવાનું શરૂ કરાતા હલચલ મચી જવા પામી છે.

અમદાવાદ મનપા દ્વારા 42 ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમને અગ્ની સમનનાં સાધનો વસાવવા ન બદલ 7 દિવસમાં સીલ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે.

આ તમામનાં રજીસ્ટ્રેશન પણ રદ્ કરવામાં આવ્યા છે. મનપાની એસટેટ અને શહેરી વિકાસ વિભાગની આકરી કાર્યવાહીને પગલે આવી હોસ્પિટલનાં સંચાલકોમાં દોડધામ મચી ગઇ છે.

આ હોસ્પિટલોના ફોર્મ સી અથવા તો રજીસ્ટ્રેશન રદ કરવાની પણ મનપાના આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. લેખીત નોટિસમાં મનપા આરોગ્ય વિભાગે એવો પણ આદેશ આપ્યો છે

કે, આ તમામ હોસ્પિટલનાં દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં દાખલ કરવાના રહેશે. જેમને નોટિસ મળી છે એવી આ તમામ હોસ્પિટલ અને નર્સિંગ હોમ નવા દર્દીઓ પણ દાખલ કરી શકશે નહીં.

ડે. મ્યુ. કમિશનર પ્રવિણ ચૌધરીએ પત્રકારોને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશની નકલ મળ્યા બાદ મનપાએ આકરી કાર્યવાહી શરૂ કરી છે. ફાયર સેફટીના સાધનો અને જરૂરી મંજુરીનો અભાવ જણાયો છે

એવી 42 ખાનગી હોસ્5િટલ અને નર્સિંગ હોમને નોટિસ ફટકારી દેવામાં આવી છે અને એમને સીલ મારવામાં આવ્યા છે. ત્યાં હવે કોઇ નવા દર્દી દાખલ કરી શકાશે નહીં.

આ હોસ્પિટલમાં જેટલા દર્દીઓ હોય એ તમામને એક સપ્તાહમાં અન્ય હોસ્પિટલમાં ખસેડવાની સુચના પણ આપવામાં આવી છે.

રાજય સરકારે અગાઉ આવી તમામ બિલ્ડીંગને કોઇપણ કાર્યવાહીમાંથી માર્ચ 2022 સુધીમાં મુકતી આપતું જાહેરનામું બહાર પાડયું હતું અને એમને અગ્ની સુરક્ષા સાધન સીસ્ટમ વસાવવા અને મંજુરી લેવા માટે પણ સમય આપ્યો હતો.

સીવીલ કોર્ટે રાજય સરકારના જાહેરનામાં સામે સ્ટે આપી ઠરાવ્યું હતું કે, આરોગ્ય તેમજ નાગરિકોની સુરક્ષા તથા ઉત્કર્સના હેતુ માટે બનેલા નીતિ નિયમોમાંથી મુકતી આપવાના નિયમોથી આ નિયમોનો અને કાયદાનો મુળ હેતુ જ માર્યો જાય છે.

નીતિ નિયમોનું ઉલ્લંધન કરી અને અગ્ની સુરક્ષાની પરવાનગી જ લઇને ઇમારતો બાંધવામાં આવે છે એ નિંદ નીય છે અને પ્રજાના આરોગ્ય તથા સુખાકારી માટે હાનીકારક છે.

આ ટકોર સાથે સુપ્રીમે રાજકોટ અને ભરૂચની હોસ્પિટલોમાં સર્જાયેલા અગ્નીકાંડનો ઉલ્લેખ કર્યો હતો.અમદાવાદ મનપાએ સ્પષ્ટ જાહેર કર્યુ છે કે, જો આ હોસ્પિટલો અને નર્સિંગ હોમ સાત દિવસની અવધી બાદ જાતે બંધ કરી નહીં દે તો મનપા સીલ મારી દેશે.

Read About Weather here

આ તમામ હોસ્પિટલના સંચાલકો પણ ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રીમમાં થયેલી અપીલમાં પક્ષકાર તરીકે જોડાયેલા હતા અને અદાલત પાસે સમયની પણ માંગણી કરી હતી પણ સુપ્રીમે નકારી કાઢી હતી.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here